હવામાનમાં પલટો/ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે ધુમ્મસનું વાતાવરણઃ ખેડૂતોને ચિંતા

સમગ્ર રાજ્યમાં શનિવાર અને રવિવાર જેવું વાતાવરણ સોમવારે પણ ચાલુ રહ્યુ છે. તેમા પણ સોમવારે ધુમ્મસનું પ્રમાણ અગાઉના બે દિવસ કરતાં વધુ જોવાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અપર સાઇક્લોનિક સરક્યુલેશનના લીધે આ અસર જોવા મળી રહી છે. રાજ્યમાં સવારથી જોવા મળેલું ધુમ્મસ બપોરે વિખેરાય તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પેઠી છે. તેમા પણ જીરાનો પાક લેનારા ખેડૂતો અત્યંત ચિંતિત છે.

Top Stories Gujarat
Dhummas સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે ધુમ્મસનું વાતાવરણઃ ખેડૂતોને ચિંતા
  • અપર સાઇક્લોનિક સર્ક્યુલેશનના લીધે જોવા મળતી અસર
  • સવારે જોવા મળતું ધુમ્મસ બપોર સુધીમાં વિખેરાઈ શકે
  • ધુમ્સના લીધે વિમાનીસેવા પર પણ અસર
  • કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં પેઠી ચિંતા

હવામાનમાં પલટો સમગ્ર રાજ્યમાં શનિવાર અને રવિવાર જેવું વાતાવરણ સોમવારે પણ ચાલુ રહ્યુ છે. તેમા પણ સોમવારે ધુમ્મસનું પ્રમાણ અગાઉના બે દિવસ કરતાં વધુ જોવાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અપર સાઇક્લોનિક સરક્યુલેશનના લીધે આ અસર જોવા મળી રહી છે. હવામાનમાં પલટો રાજ્યમાં સવારથી જોવા મળેલું ધુમ્મસ બપોરે વિખેરાય તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પેઠી છે. તેમા પણ જીરાનો પાક લેનારા ખેડૂતો અત્યંત ચિંતિત છે.

સોમવારે રાજ્યમાં ધુમ્મસની સાથે લગભગ બધે એક ઇંચની અંદર કમોસમી વરસાદ પણ પડ્યો હતો. તેના લીધે રાજ્યમાં હાલમાં હિલસ્ટેશન જેવું વાતાવરણ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભરૂચ, ભુજ, ગાંધીધામ, જામનગર, ભાવનગર, પોરબંદર, વેરાવળ સહિતના શહેરોમાં સોમવારે સવારથી જ ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું.

વિઝિબિલિટી માંડ 30 ફૂટની

ભારે ધુમ્મસના લીધે બધા શહેરોમાં વિઝિબિલિટી માંડ-માંડ 30 ફૂટની હતી. તેના પગલે વાહનચાલકોએ ધોળા દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. રાજ્યમાં છવાયેલા ધુમ્મસની અસર હાઇવે પર વધારે પ્રમાણમાં જોવા મળી હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને એનએચ-48 પર વધારે પ્રમાણમાં ધુમ્મસ હોવાથી વાહનચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે હાઇવે ઓથોરિટીએ વિનંતી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે બપોર પછી સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતાં વાદળો વિખેરાશે. તેના પગલે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી રહ્યું હતું. લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી વધી 17.4 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને સાંજે 64 ટકા હતું.

સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી રવિવારે અમદાવાદના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું, તેના લીધે પવનની ગતિ ઘટી ગઈ હતી. તેના લીધે વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું હતું. વાદળોનું પ્રમાણ યથાવત્ રહેતા ધૂળના રજકણો ઉપર જવાના બદલે નીચે આવતા વાતાવરણ ધૂળિયું બન્યું હતું.

વિમાની સેવા પર અસર

ધુમ્મસના લીધે રવિવારે અમદાવાદમાં 50થી વધુ ફ્લાઇટ લેટ પડી હતી. સવારે વાદળછાયુ વાતાવરણ અને ધુમ્મસના લીધે ફ્લાઇટ્સના શિડ્યુલ ખોરવાયા હતા. આના પગલે શિયાળામાં એક જ દિવસમાં લેટ પડેલી ફ્લાઇટ્સનો રેકોર્ડ તૂટ્યો છે. મોટાભાગની ફ્લાઇટ્સ 45 મિનિટથી બે કલાક સુધી લેટ હતી. બપોર પછી એક-એક ફ્લાઇટના લેન્ડિંગના પગલે રનવે ગીચ થતાં અમદાવાદથી ટેક-ઓફ થતી ફ્લાઇટ્સે રાહ જોવી પડી હતી.

 ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ કેપ્ટન શેફાલી થઇ ભાવુક,જુઓ વીડિયો

 ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની પાંચ બેઠકોની આજે ચૂંટણી,39 જિલ્લામાં મતદાન થશે

અદાણીએ હિંડનબર્ગને આપ્યો જવાબ, ભારતની વિકાસગાથા પર હુમલો,આરોપો પાયાવિહોણા