Not Set/ હાથરસકાંડ/ ઉમા ભારતીએ CM યોગીને કહ્યું, પોલીસની કામગીરીથી સરકાર અને ભાજપની છબી …

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ હાથરસની ઘટના અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અમે રામરાજ્ય લાવવાનો દાવો કર્યો છે, પરંતુ આ ઘટનામાં પોલીસની શંકાસ્પદ કાર્યવાહીથી યુપી સરકાર અને ભાજપની છબી ઉપર આંચ આવી રહી છે. ઉમા ભારતી હાલમાં કોરોના સંક્રમિત થયા બાદ ઋષિકેશનાં એઈમ્સમાં સારવાર લઈ […]

Uncategorized
ec54bbe4379acf8669d3e6998fceadbb 1 હાથરસકાંડ/ ઉમા ભારતીએ CM યોગીને કહ્યું, પોલીસની કામગીરીથી સરકાર અને ભાજપની છબી ...

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ હાથરસની ઘટના અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અમે રામરાજ્ય લાવવાનો દાવો કર્યો છે, પરંતુ આ ઘટનામાં પોલીસની શંકાસ્પદ કાર્યવાહીથી યુપી સરકાર અને ભાજપની છબી ઉપર આંચ આવી રહી છે. ઉમા ભારતી હાલમાં કોરોના સંક્રમિત થયા બાદ ઋષિકેશનાં એઈમ્સમાં સારવાર લઈ રહી છે. ઉમા ભારતીએ સીએમ યોગીને અપીલ કરી છે કે મીડિયા વ્યક્તિઓ અને રાજકીય પક્ષોના લોકોને પીડિતાના  પરિવારને મળવા દે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોનાથી સ્વસ્થ થયા પછી હું પોતે પણ પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ જઈશ.

શુક્રવારે સાંજે એક પછી એક અનેક ટ્વીટ્સમાં તેણે પોતાનો મત આપ્યો છે. ઉમા ભારતીએ લખ્યું, ‘આદરણીય યોગી આદિત્યનાથ જી, આપને જાણ હશે જ કે હું કોરોના સંક્રમિત થયા બાદ ઋષિકેશ એઈમ્સના કોરોના વોર્ડમાં દાખલ છું આજે મારો 7 મો દિવસ છે, તેથી જ હું અયોધ્યા કેસ અંગે સીબીઆઈની વિશેષ અદાલતમાં પણ હાજર રહી શકી  નાં હતી. હું કોઈને મળી શક્તિ નથી,  હું ફોન કોલ નથી શકતી પરંતુ ટીવીના માધ્યમથી  સમાચાર જાણી શકું છું.

ઉમા ભારતીએ આગળ લખ્યું કે, ‘મેં હાથરસની ઘટના વિશે જોયું. શરૂઆતમાં મેં વિચાર્યું હતું કે મારે બોલવું ન જોઈએ કારણ કે તમારે આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરશો જ. પરંતુ પોલીસે જે રીતે ગામ અને પીડિત પરિવારનો ઘેરાવ કર્યો છે. તેના ગમે તેટલી દલીલ કરો પરંતુ તેનાથી વિવિધ આશંકા જન્મ લે છે. તે દલિત પરિવારની પુત્રી હતી. પોલીસે ઉતાવળમાં તેણીના અંતિમ સંસ્કાર કાર્ય છે. અને હવે ગામ અને પીડિતાના ઘરનો ઘેરાવ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. તેમણે આગળ લખ્યું, ‘મારી જાણકારી મુજબ આ પ્રકારનો કોઈ નિયમ નથી કે એસઆઈટી તપાસમાં પરિવાર કોઈને મળી ના શકે. અને આ સાથે એસઆઈટી ની તપાસ જ  શંકાના દાયરામાં આવશે.

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું, “અમે હમણાં જ રામ મંદિરનો પાયો નાખ્યો છે અને દેશમાં રામ રાજ્ય લાવવાનો દાવો કર્યો છે, પરંતુ આ ઘટના અંગે પોલીસની શંકાસ્પદ કાર્યવાહીથી તમારી, યુપી સરકાર અને ભાજપની છબી પર આંચ આવી છે.  ઉમા ભારતીએ કહ્યું કે તમે (સીએમ યોગી) ખૂબ જ સ્વચ્છ છબીના શાસક છો. હું તમને વિનંતી કરું છું કે મીડિયા વ્યક્તિઓ અને અન્ય રાજકીય પક્ષોના લોકો પીડિતાના પરિવારજનો સાથે મળવા દે.

null

ઉમા ભારતીએ લખ્યું કે, ‘હું કોરોના વોર્ડમાં ખૂબ જ બેચેન છું. જો હું કોરોના પોઝિટિવ ન હોત, તો હું તે ગામમાં તે પરિવાર સાથે બેઠી હોત. જ્યારે મને એઈમ્સ ઋષિકેશથી રજા મળશે.  ત્યારે હું ચોક્કસપણે હાથરસમાં પીડિત પરિવારને મળીશ. પોતાના અંતિમ ટ્વીટમાં તેમણે અપીલ કરી અને લખ્યું કે, ‘હું ભાજપમાં તમારથી વરિષ્ઠ અને તમારી મોટી બહેન સમાન છું. હું તમને વિનંતી કરું છું કે મારા સૂચનને અમાન્ય ન કરો. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.