Not Set/ હાથ અને શરીર સાથે પથ્થર બાંઘેલ લાશ કેનાલમાંથી મળી, પોલીસે ગણતરીની ક્ષણોમાં ઉકેલ્યો ગુનો

 બહુચરાજી નજીક આવેલી નર્મદા કેનાલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. દોરીથી હાથ અને શરીર સાથે પથ્થર બાંધેલી કેનાલમાંથી મળી આવેલી મહિલાની લાશ મામલે પ્રથમ દ્રષ્ટીમાં જ મમલો હત્યાનો હવોનું સામે આવી રહ્યું હતું. જે પ્રકારે મૃત મહિલાનાં હાથ અને શરીર સાથે પથ્થર બંધવામાં આવ્યા હતો તે જોતા કોઇએ મહિલાની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાની વાત સ્પષ્ટ થઇ રહી […]

Gujarat Others
752b6c0104b1ad25dd89435d585142a2 1 હાથ અને શરીર સાથે પથ્થર બાંઘેલ લાશ કેનાલમાંથી મળી, પોલીસે ગણતરીની ક્ષણોમાં ઉકેલ્યો ગુનો

 બહુચરાજી નજીક આવેલી નર્મદા કેનાલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. દોરીથી હાથ અને શરીર સાથે પથ્થર બાંધેલી કેનાલમાંથી મળી આવેલી મહિલાની લાશ મામલે પ્રથમ દ્રષ્ટીમાં જ મમલો હત્યાનો હવોનું સામે આવી રહ્યું હતું. જે પ્રકારે મૃત મહિલાનાં હાથ અને શરીર સાથે પથ્થર બંધવામાં આવ્યા હતો તે જોતા કોઇએ મહિલાની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાની વાત સ્પષ્ટ થઇ રહી હતી. 

પોલીસ દ્વારા મહિલાની હત્યાની થીયરીથી તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો અને ગણતરીની કલાકો માં જ હત્યારાઓ પોલીસ લોકપામાં જોવા મળ્યા. જી હા, પોલીસે હત્યાનો ગુનો ગણતરીની કલાકોમાં જ સુલજાવી લીધો હતો અને મહિલાની હત્યા કરનાર પતિ અને દિયરને પોલીસે રાઉન્ડપ કરી કસ્ટડીમાં લઇ લીધા છે. પ્રાથમીક તપાસમાં મહિલાની હત્યા પાછળ આડા સબંધ કારણ ભૂત હોવનું સામે આવી રહ્યું છે.  

પતિ અને દિયર દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી તે મરણજનાર મહિલ આકબા ગામની પરિણીતા હતી અને આડાસબંધો હોવાની આશંકા સાથે તેની હત્યાને અંજામ આપી હત્યા બાદ લાશને નર્મદા કેનાલમાં નાખી દેવામાં આવી હતી. લાશ ઉપર ન આવી જાય તેવા હેતુથી હત્યારા પતિ અને દિયરે લાશની સાથે પથ્થર બાંઘી દીધેલા. બહુચરાજી પોલીસે હત્યાનો ભેદ કલાકોમાં ઉકેલી લીધો અને હત્યારાઓને તેની અસલ જગ્યાએ મોકલી આપ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews