Not Set/ વીમા કંપનીએ 70 ખેડુતોને આપ્યો ઠેંગો,પાક વીમાના 1 કરોડ રૂપિયા નહીં ચુકવતા થઇ ફરિયાદ

સુરેન્દ્રનગર, રાજ્યમાં કાયમ ખેડુતો ફરિયાદ કરતાં હોય છે કે તેમને પાક વીમાની રકમ વીમા કંપનીઓ દ્રારા ચુકવવામાં આવતી નથી. ખેડૂતોને પાક વિમાની રકમ ચુકવવામાં નિષ્ફળ ગયેલી વીમા કંપની સામે સુરેન્દ્રનગર જિલ્લાના 70 ખેડૂતોએ એક સાથે એક કરોડથી વધુ રકમ વસૂલવા માટે સુરેન્દ્રનગર ગ્રાહક તકરાર નિવારણ ફોર્મમાં ફરિયાદો દાખલ કરી છે. ગ્રાહક તકરાર નિવારણ ફોર્મમાં એસ.બી.આઈ […]

Gujarat Others
Pradhanmantri Pik Vima Yojana for Rabbi Season in Maharashtra 1 વીમા કંપનીએ 70 ખેડુતોને આપ્યો ઠેંગો,પાક વીમાના 1 કરોડ રૂપિયા નહીં ચુકવતા થઇ ફરિયાદ

સુરેન્દ્રનગર,

રાજ્યમાં કાયમ ખેડુતો ફરિયાદ કરતાં હોય છે કે તેમને પાક વીમાની રકમ વીમા કંપનીઓ દ્રારા ચુકવવામાં આવતી નથી.

ખેડૂતોને પાક વિમાની રકમ ચુકવવામાં નિષ્ફળ ગયેલી વીમા કંપની સામે સુરેન્દ્રનગર જિલ્લાના 70 ખેડૂતોએ એક સાથે એક કરોડથી વધુ રકમ વસૂલવા માટે સુરેન્દ્રનગર ગ્રાહક તકરાર નિવારણ ફોર્મમાં ફરિયાદો દાખલ કરી છે.

ગ્રાહક તકરાર નિવારણ ફોર્મમાં એસ.બી.આઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપની સામે સમન્સ ઇસ્યુ કરીને વધુ સુનાવણી 29 મી માર્ચ પર મુકરર કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, રણોદ વગેરે  ગામના 70 ખેડૂતોએ એડવોકેટ હિંમાશુ ઠક્કર મારફતે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 2017-18 માં પાક નિષ્ફળ ગયો હોવા છતાં પણ વિમાની રકમ ચૂકવામાં આવી નથી જેથી વીમા કંપની દ્રારા વ્યાજ સાથે વિમાની રકમ ચુકવવાની દાદ માંગતી ફરિયાદો શુક્રવારે દાખલ થઇ છે