Not Set/ હાશકારો…! સંક્રમણની ગતિ ધીમી પડતા વલસાડ જીલ્લા તંત્રએ લીધો રાહતનો શ્વાસ

હાશ… આ ઉદ્દગાર હોઇ શકે છે વલસાજ જીલ્લા તંત્રનાં, જી હા, કોરોનાએ જ્યારે દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો છે, ત્યારે વલસાડ માટે કોરોનાને લઇને રાહતાનાં સમાચાર આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. વલસાડ જીલ્લામાં કોરોનાનાં સંક્રમણની ગતિ ધીમી પડી હાવનું નોંધવામાં આવી રહ્યું છે.  પાછલા 24 કલાક એટલા કે બુધવારે ગુજરાતભરમાં નોંધવામાં આવેલા કોરોનાં સંક્રમણનાં કેસનાં […]

Gujarat Others
d6c0fe3af7e44890a6bbaebfccb96c8d હાશકારો...! સંક્રમણની ગતિ ધીમી પડતા વલસાડ જીલ્લા તંત્રએ લીધો રાહતનો શ્વાસ

હાશ… આ ઉદ્દગાર હોઇ શકે છે વલસાજ જીલ્લા તંત્રનાં, જી હા, કોરોનાએ જ્યારે દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો છે, ત્યારે વલસાડ માટે કોરોનાને લઇને રાહતાનાં સમાચાર આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. વલસાડ જીલ્લામાં કોરોનાનાં સંક્રમણની ગતિ ધીમી પડી હાવનું નોંધવામાં આવી રહ્યું છે. 

પાછલા 24 કલાક એટલા કે બુધવારે ગુજરાતભરમાં નોંધવામાં આવેલા કોરોનાં સંક્રમણનાં કેસનાં આંકડાની સરખામણીએ વલસાડમાં કોરોનાનાં ફક્ત 6 જ  નવા કેસ નોંધાયા છે. પાછલા દિવસોનો ગ્રાફ જોતા છેલ્લા દિવસોથી કોરોનાનું વલસાડ જીલ્લામાં સંક્રમણ ઘટ્યું હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. જો કે, કોરોનાનાં કારણે 2 પોઝિટિવ દર્દીઓનાં મોત ફરી એક વાર તંત્રનાં માથે ચિંતાની સિકન તો લાવી જ દે છે. 

આપને જણાવી દઇએ કે, વલસાડ જીલ્લામાં હાલ કોરોનાનો કુલ આંકડો 700 પાર પહોંચી ચૂક્યો છે. તો પાછલા 24 કલાકમાં અને ખાસ કરીને બુધવારે એક જ દિવસ માં 34  દર્દી કોરોના મુક્ત થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. જો કે બુઘવારે સામે આવેલા કેસની વિગતો જોવામાં આવે તો વલસાડ 2,  વાપી 3 અને ઉંમરગામમાં 1  કેસ નોંધાયા છે. જીલ્લામાં આજ સુધી કોરોનાના  કુલ આંક 704 પર પહોંચ્યો છે. અને જીલ્લામાં અત્યારે 179 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ 448 દર્દી કોરોના મુક્ત થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ ચૂકી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews