Not Set/ “૭૪ મા સ્વાતંત્ર્ય પર્વ”ની સૌને શુભકામનાઓ આપતા યુવા મંત્રી જયેશ રાદડીયા.

  આજે 15 ઓગસ્ટના રોજ 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ જીલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વનીઉજવણીના ભાગરૂપે એસ.આર.પી.કેમ્પ ઘંટેશ્વર-રાજકોટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને કોરોના વોરીયર્સનુ સન્માન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યુવા મંત્રી જયેશ રાદડીયાના વરદ હસ્તે યોજવામા આવ્યો. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઈને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત […]

Gujarat Rajkot
4e46d67f3bc3a0304f60f1a8351ac975 “૭૪ મા સ્વાતંત્ર્ય પર્વ”ની સૌને શુભકામનાઓ આપતા યુવા મંત્રી જયેશ રાદડીયા.
 

આજે 15 ઓગસ્ટના રોજ 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ જીલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વનીઉજવણીના ભાગરૂપે એસ.આર.પી.કેમ્પ ઘંટેશ્વર-રાજકોટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને કોરોના વોરીયર્સનુ સન્માન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યુવા મંત્રી જયેશ રાદડીયાના વરદ હસ્તે યોજવામા આવ્યો. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઈને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી રહી છે.

2711a50126ec1f141a795b309da53522 “૭૪ મા સ્વાતંત્ર્ય પર્વ”ની સૌને શુભકામનાઓ આપતા યુવા મંત્રી જયેશ રાદડીયા.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ સહિત નેતાઓ અને અધિકારીઓની ઉપસ્થિત રહ્યાં હતાં. આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કોરોનાના દર્દીઓની ખડેપગે સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિરેન મહેતા, ગાંધીનગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.