Not Set/ કાર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત, ચાલક નશામાં હોવાનો આરોપ

અરવલ્લી, શામળાજીના આશ્રમ ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં કાર ચાલક નશામાં ધૂત ચાલકે અકસ્માત સર્જ્યો હતો તેવો આરોપ લગાવામાં આવ્યો છે. કાર ચાલક નશાની હાલતમાં હોવાના કારણે ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બાઈક લઈ ઉભેલા શખ્સને કાર ચાલકે અડફેટે લેતા કાર નીચે […]

Gujarat Videos
mantavya 191 કાર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત, ચાલક નશામાં હોવાનો આરોપ

અરવલ્લી,

શામળાજીના આશ્રમ ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં કાર ચાલક નશામાં ધૂત ચાલકે અકસ્માત સર્જ્યો હતો તેવો આરોપ લગાવામાં આવ્યો છે. કાર ચાલક નશાની હાલતમાં હોવાના કારણે ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

બાઈક લઈ ઉભેલા શખ્સને કાર ચાલકે અડફેટે લેતા કાર નીચે દટાઈ જતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું. લોકોને જયારે ખબર પડી કે કારચાલક નશાની હાલતમાં છે તો કાર ચાલકને લોકોએ મેથીપાક આપી પોલીસ હવાલે કર્યો હતો. જયારે કારમાં સવાર નશામાં ધૂત અન્ય શખ્સો ફરાર થઇ ગયા છે. સમગ્ર મામલાની પોલીસે તપાસ શરુ કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.