1 થી 4 ટ્રાફિક સિગ્નલ બંધ/ અમદાવાદીઓ આ સમયમાં બરાબર ટ્રાફિક નિયમનું પાલન કરજો

અમદાવાદમાં હવેથી બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. જેથી હવે કાળઝાળ ગરમીમા વાહન ચાલકોને આંશિક રાહત મળી શકશે.

Top Stories Ahmedabad Gujarat
ટ્રાફિક

અમદાવાદમાં ગરમીનો પારો પણ ઉંચો જઈ રહ્યો છે અને પેટ્રોલના ભાવ પણ. આ બંને બાબતોથી ત્રાસી ગયેલા અમદાવાદીઓ માટે ટ્રાફિક પોલીસે થોડી રાહત કરી છે. અમદાવાદમાં હવેથી બપોરના સમયે ટ્રાફિક સિગ્નનલ બંધ રાખવામાં આવશે. જેથી હવે કાળઝાળ ગરમીમા વાહન ચાલકોને આંશિક રાહત મળી શકશે. હવે તડકામાં વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભું નહિ રહેવું પડે પરંતુ ટ્રાફિક નિયમનનું પાલન કરવામાં મુક્તિ મળશે નહિ. ટ્રાફિકના નિયમોનું તો સંપૂર્ણ પાલન કરવાનું જ રહેશે. બે દિવસ માટે ટ્રાફિક પોલીસે શહેરના 60 સિગ્નલ બપોરે 1 થી 4 બન્ધ રાખવા ટ્રાયલ શરૂ કર્યું છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરીજનોને ગરમી અને તડકામાં માટે રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો  છે. પોલીસ અધિકારીઓના અભિપ્રાય બાદ સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામા આવશે. બપોરે 1 વાગ્યા પછી ગરમીનું પ્રમાણ વધતા વાહન ચાલકોને તડકામાં સિગ્નલ પર ઊભા રહેવાના કારણે મુશ્કેલીઓ વધે છે. તેના સ્વાસ્થ્યને અસર થાય છે અને જેથી ટ્રાફિક પોલીસે બપોરના સમયમા 1 થી 4 દરમિયાન સિ્ગનલ બંધ રાખવાને લઈને અભિપ્રાય મેળવ્યો છે અને આ અભિપ્રાય બાદ ટુંક સમયમા સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવશે. હાલ પોલીસે બે દિવસ માટે આ ટ્રાયલ શરૂ કરી 60 સિગ્નલ બન્ધ રાખશે.

આ અમદાવાદ ટ્રાફિક પોલીસનો માનવતા દાખવતો આ નિર્ણય છે. જે બે દિવસના ટ્રાયલ બાદ આગળ અમલી રાખવો કે નહિ તે નક્કી કરાશે. અત્યારે લુ લાગવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે જનહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ટ્રાફિક વિભાગના અધિકારીઓ એ જણાવ્યું હતું. સાથે સાથે વધુમાં કહ્યું હતું કે, મહત્વનુ છે કે ટ્રાફિક નિયમનની કડક અમલવારીની વચ્ચે ટ્રાફિક પોલીસે માનવતાનો નિર્ણય લીધો છે અને  પોલીસે તો લોકોનો વિચાર કરી માનવતા ભર્યું પગલું લીધું છે પણ હવે લોકોએ જવાબદાર બની ટ્રાફિકના નિયમો પાળવાના રહેશે.

આ પણ વાંચો : મોરબીમાં બેંક કર્મચારીએ જ પૈસાની હેરાફેરી કરી : કારણ જાણી તમે ચૌંકી જશો