Accident/ નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 શ્રદ્વાળુઓના ઘટનાસ્થળે મોત, મુખ્યમંત્રી શિંદે વળતરની કરી જાહેરાત

મહારાષ્ટ્રમાં શુક્રવારે સવારે નાસિક-શિરડી હાઇવે પર બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા

Top Stories India
accident between bus and truck in Nashik

accident between bus and truck in Nashik :    મહારાષ્ટ્રમાં શુક્રવારે સવારે નાસિક-શિરડી હાઇવે પર બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા ,જેમાં સાત મહિલા અને 3 પુરૂષોઓના મોત થયા છે. જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા છે.  તમામ ઘાયલોને નજીકની સાંઈબાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ઘટનાની જાણકારી મળતા    (accident between bus and truck in Nashik) જ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ બસ મુંબઈના અંબરનાથથી મુસાફરોને લઈને શિરડી દર્શન માટે જઈ રહી હતી. આ અકસ્માત સિન્નર-શિરડી હાઈવે પર આવેલા પાથેર ગામ પાસે થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રક બંનેને નુકસાન થયું હતું. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસ ઘટનાસ્થળે હાજર છે.

 મુંબઈની બાજુમાં આવેલા ઉલ્હાસનગરના ઘણા ભક્તો શિરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. આ તમામ લોકો લક્ઝરી બસમાં દર્શન માટે જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ ખાનગી બસમાં 50 મુસાફરો સવાર હતા. પરંતુ આ ભયાનક અકસ્માત સિન્નર-શિરડી હાઈવે પર પાથેર ગામ નજીક બસ અને ટ્રક (નાસિક બસ-ટ્રક અકસ્માત) વચ્ચે સામસામે અથડાવાને કારણે થયો હતો.

બસ અને ટ્ર્ક એકબીજા સાથે અથડાતા બંનેને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતને કારણે બસમાં સવાર ઘણા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મુંબઈને અડીને આવેલા અંબરનાથ, થાણે અને ઉલ્હાસનગરના આ તમામ સાંઈ ભક્તો શિરડી તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આ અકસ્માત સર્જાયો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાશિક-શિરડી હાઈવે પર થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. આ સિવાય મુખ્યમંત્રીએ આ ભયાનક માર્ગ અકસ્માતની તપાસના આદેશ પણ આપ્યા છે.

Earthquake in Uttarkashi/ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,2.9ની તીવ્રતા નોંધાઈ