Israel Attack/ ઇઝરાયલ-હમાસ યુદ્વમાં અત્યાર સુધી 10 નેપાળી વિધાર્થીઓ સહિત 1 હજાર લોકોના મોત

હમાસના હુમલામાં 10 નેપાળી છાત્રોના મોત નિપજયા હોવાની પુષ્ટિ ઇઝરાયલના દૂતાવાસે કરી છે.

Top Stories World
3 6 ઇઝરાયલ-હમાસ યુદ્વમાં અત્યાર સુધી 10 નેપાળી વિધાર્થીઓ સહિત 1 હજાર લોકોના મોત

હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલમાં 3,000 થી વધુ રોકેટ છોડ્યા હતા. હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા અને તેના સેંકડો લડવૈયાઓ હવા, જમીન અને દરિયાઇ માર્ગે ઇઝરાયેલની સરહદમાં પ્રવેશ્યા.હમાસના હુમલામાં 10 નેપાળી છાત્રોના મોત નિપજયા હોવાની પુષ્ટિ ઇઝરાયલમાં નેપાળના દૂતાવાસે કરી છે.

હાલની પરિસ્થિતિમાં હમાસના હુમલાને કારણે લગભગ 10 નેપાળી વિદ્યાર્થીઓએ ઈઝરાયેલમાં જીવ ગુમાવ્યો છે. ઇઝરાયેલમાં નેપાળ દૂતાવાસના અધિકારીએ સમાચાર એજન્સી ANIને આ માહિતી આપી છે.

અહેવાલ મુજબ ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહીમાં હમાસના આતંકવાદીઓ પર તબાહી મચાવી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલે હમાસ વિરુદ્ધ પોતાની ટેન્ક શરૂ કરી છે. આ ટેન્કોને દક્ષિણના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. ઇઝરાયેલી સૈન્યએ વિવાદિત વિસ્તારમાં હિઝબુલ્લાહના સ્થાનો પર ડ્રોન હુમલા શરૂ કરીને બદલો લીધો. આ વિસ્તાર ઇઝરાયેલ, લેબનોન અને સીરિયા સાથે જોડાયેલો છે. ઈઝરાયેલના એક અધિકારીએ જણાવ્યું કે સેનાએ 400 આતંકીઓને ઠાર કર્યા છે અને ઘણા આતંકીઓને પકડી લેવામાં આવ્યા છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે ગાઝામાં 426 લક્ષ્યો પર હુમલો કર્યો અને મોટા વિસ્ફોટો સાથે ઘણી રહેણાંક ઇમારતોને નષ્ટ કરી દીધી. આ રીતે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં, 2 દિવસમાં 1000 લોકોના મોત થયા છે અને સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.