દુર્ઘટના/ ઉત્તરાખંડના દહેરાદૂનમાં બસ ખીણમાં ખાબકતા 11નાં મોત અનેક ઇજાગ્રસ્ત

ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. અહીં દેહરાદૂનના વિકાસનગર પાસે બુલહદ બાયલા રોડ પર એક બસ ખીણમાં પડી ગઈ હતી.

Top Stories India
accidesnt ઉત્તરાખંડના દહેરાદૂનમાં બસ ખીણમાં ખાબકતા 11નાં મોત અનેક ઇજાગ્રસ્ત

ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. અહીં દેહરાદૂનના વિકાસનગર પાસે બુલહદ બાયલા રોડ પર એક બસ ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં સવાર તમામ ગ્રામજનો એક જ ગામના હોવાનું કહેવાય છે. ચકરાતાના એસડીએમએ જણાવ્યું કે અકસ્માત બાદ પોલીસ અને એસડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે. હાલ આસપાસના ગ્રામજનો દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.

ઓવરલોડિંગના કારણે અકસ્માત – પોલીસ

પોલીસે માહિતી આપી છે કે અકસ્માત પાછળનું એક કારણ ઓવરલોડિંગ હોઈ શકે છે. બસ નાની હતી, જેમાં 25 લોકો સવાર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રૂટ પરથી આ બસ રવાના થઈ હતી તે રૂટ પર બહુ બસો આવતૂ નથી તેથી આટલી મોટી સંખ્યામાં લોકો એક જ બસમાં મુસાફરી કરી રહ્યા હતા.