israel hamas war/ ગાઝામાં 11 હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત, 2700થી વધુ ગુમ

6 અઠવાડિયા પહેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ ગાઝા પટ્ટીમાં 11,470 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 2700 થી વધુ ગુમ છે.

Top Stories World
YouTube Thumbnail 23 2 ગાઝામાં 11 હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત, 2700થી વધુ ગુમ

6 અઠવાડિયા પહેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ ગાઝા પટ્ટીમાં 11,470 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 2700 થી વધુ ગુમ છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઈઝરાયલના હવાઈ હુમલામાં મોટાભાગના લોકો માર્યા ગયા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં 4707 સગીર અને 3155 મહિલાઓ છે. નોંધનિય છે કે, પેલેસ્ટાઈન હમાસના આતંકવાદીઓ અને નાગરિકો વચ્ચે ભેદ નથી કરતું. દરમિયાન ઈઝરાયલી સુરક્ષા દળોએ પેલેસ્ટિનિયનોને દક્ષિણ ગાઝાના ભાગોમાંથી ભાગી જવાની ચેતવણી આપતી પત્રિકાઓ છોડી દીધી છે. ત્યાર બાદ એવું માનવામાં આવે છે કે ઈઝરાયલ દક્ષિણ ગાઝામાં પણ મોટા પાયે હુમલો કરી શકે છે.

ઈઝરાયલી સૈનિકોએ ઉત્તરમાં શિફા હોસ્પિટલની શોધખોળ કરી હતી જે બુધવારે વહેલી શરૂ થઈ હતી. ઈઝરાયલી સૈનિકોએ કેટલીક બંદૂકો બતાવી અને કહ્યું કે તેઓ એક ઈમારતમાંથી મળી આવ્યા છે પરંતુ હમાસના કેન્દ્રીય કમાન્ડ સેન્ટરના કોઈ પુરાવા હજુ સુધી જાહેર કર્યા નથી, જે ઈઝરાયલે કહ્યું છે કે તે સંકુલની નીચે છુપાયેલ છે. હમાસ અને ગાઝાની સૌથી મોટી હોસ્પિટલના સ્ટાફે આરોપોને નકારી કાઢ્યા છે. ઈઝરાયેલે દક્ષિણમાં ઝુંબેશને વિસ્તારી છે, જ્યાં તે પહેલાથી જ રોજ હવાઈ હુમલાઓ કરે છે.

ગાઝામાં 15 લાખથી વધુ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે, જેમાંથી મોટાભાગના દક્ષિણ ભાગી ગયા છે. આ વિસ્તારોમાં ખોરાક, પાણી અને વીજળીની અછત વધી રહી છે અને લાખો નાગરિકો પરેશાન છે. તેમના માટે બીજે ક્યાંય જવાનો કોઈ રસ્તો નથી કારણ કે ઈજિપ્તે તેના દેશમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓને સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. ઈઝરાયલમાં 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ યુદ્ધ શરૂ થયું હતું, જેમાં આતંકવાદીઓએ 1200થી વધુ લોકોની હત્યા કરી હતી અને 240 લોકોને બંધક બનાવી લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 ગાઝામાં 11 હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત, 2700થી વધુ ગુમ


આ પણ વાંચો: ભારત-ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ફરી વર્લ્ડકપની ફાઇનલમાં ટકરાશે

આ પણ વાંચો: આ નાની-નાની ભૂલો ધ્યાન નહીં આપો, તો લગ્ન જીવન થઈ શકે છે બરબાદ

આ પણ વાંચો: આ રાશિના જાતકોના જીવનમાં પ્રેમના નવા સંબંધ બંધાય, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય