Not Set/ છત્તીસગઢ કોંગ્રેસના 12 ધારાસભ્યો હાઇકમાન્ડને મળવા પહોચ્યા,કોંગ્રેસની ફરી વધી મુશ્કેલીઆે

પંજાબ કોંગ્રેસમાં પહેલાથી જ રાજકીય ઘમાસાન ચાલી રહ્યો  છે અને હવે છત્તીસગઢમાં પણ રાજકીય ઉથલપાથલ ફરી શરૂ થઈ શકે છે

Top Stories
ધારાસભ્યો

કોંગ્રેસની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. પંજાબ કોંગ્રેસમાં પહેલાથી જ રાજકીય ઘમાસાન ચાલી રહ્યો  છે અને હવે છત્તીસગઢમાં પણ રાજકીય ઉથલપાથલ ફરી શરૂ થઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર છત્તીસગઢના 12 કોંગ્રેસ ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે. તેમણે હાઈકમાન્ડને મળવા માટે સમય માંગ્યો છે. આ તમામ ધારાસભ્યો મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નજીકના હોવાનું કહેવાય છે.  છત્તીસગઢમાં પણ પરિવર્તન માટે આ ધારાસભ્યોએ હાઈકમાન્ડને મળવા માટે સમય માંગ્યો છે.

2018 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 90 માંથી 67 બેઠકો જીતી હતી. ભાજપને 15 બેઠકો મળી. સંપૂર્ણ બહુમતીવાળી સરકારમાં મુખ્યમંત્રી પદ માટે બે મજબૂત દાવેદાર હતા. એક ભૂપેશ બઘેલ અને બીજો ટીએસ સિંહદેવ. એવો દાવો કરવામાં આવે છે કે ત્યારબાદ કોંગ્રેસ હાઇકમાન્ડે અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનવાની ફોર્મ્યુલા નક્કી કરી અને ભૂપેશ બઘેલ પ્રથમ ટર્મ માટે મુખ્યમંત્રી બન્યા. હવે અઢી વર્ષ પૂરા થયા છે અને હવે ટીએસ સિંહદેવનો વારો છે. પરંતુ મામલો અટકી ગયો.

મુખ્યમંત્રી પદ માટે બંને નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ઓગસ્ટમાં જ્યારે બંને વચ્ચે મતભેદ વધ્યો ત્યારે બંનેને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા ત્યારે ભૂપેશ બઘેલે કહ્યું હતું કે તેમની રાહુલ ગાંધી સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પરંતુ ટી.એસ.સિંઘદેવે કહ્યું હતું કે તેમણે પોતાની વાત હાઈકમાન્ડને કહી દીધી છે અને હવે અંતિમ નિર્ણય તેમના હાથમાં છે.