Not Set/ વિમાન દુર્ઘટનામાં પોલેન્ડના રાષ્ટ્રપતિના મોત મામલે 12 વર્ષ બાદ રશિયા પર શંકાની સોય

પોલેન્ડ સરકારની વિશેષ તપાસ સમિતિએ આ દુર્ઘટના પાછળ મોસ્કોનો હાથ હોવાના આક્ષેપને પુનરોચ્ચાર કર્યો છે.

Top Stories World
5 20 વિમાન દુર્ઘટનામાં પોલેન્ડના રાષ્ટ્રપતિના મોત મામલે 12 વર્ષ બાદ રશિયા પર શંકાની સોય

પોલેન્ડના રાષ્ટ્રપતિ લેચ કાઝિનસ્કીના વિમાન દુર્ઘટના પાછળ રશિયાનો હાથ હતો. પોલેન્ડ સરકારની વિશેષ તપાસ સમિતિએ આ દુર્ઘટના પાછળ મોસ્કોનો હાથ હોવાના આક્ષેપને પુનરોચ્ચાર કર્યો છે.ઉલ્લેખનીય કે રશિયામાં આ દુર્ઘટનામાં કાઝિનસ્કી અને અન્ય 95 મુસાફરોના મોત થયા હતા.

સોમવારે જારી કરાયેલા સમિતિના નવીનતમ અહેવાલમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સોવિયેત નિર્મિત Tu-154M એરક્રાફ્ટમાં 10 એપ્રિલ, 2010ના રોજ ઈરાદાપૂર્વક વિસ્ફોટક ઉપકરણ લગાવવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં કાઝિનસ્કી ઉપરાંત તેની પત્નીનું પણ મૃત્યુ થયું હતું. સમિતિના વડા એન્ટોની મેસિરેવિઝે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કાઝિનસ્કીનું મૃત્યુ રશિયા દ્વારા “ગેરકાનૂની હસ્તક્ષેપનું પરિણામ છે.

2015 થી 2018 સુધી પોલેન્ડની જમણેરી સરકારમાં સંરક્ષણ પ્રધાન તરીકે ફરજ બજાવતા મેસિયરવિક્ઝે જણાવ્યું હતું કે, પાયલોટની કોઇ ભૂલ હતી નહીં, ફરીવાર આ મુદ્દો વિવાદ છેડશએ.