સુરેન્દ્રનગર/ 1200 વર્ષ જુના પૌરાણીક શિવ મંદિરમાં ગુપ્ત ઘનની લાલચમાં આવીને શખ્શોએ કરી તોડફોડ

ગુજરાતનું આ મંદિર પણ ગુપ્ત ધનની લોકવાયકાથી અજાણ્યુ નથી. આદિકાળથી મંદિરના શિવલીંગ કે પોઠિયાની નીચે ગુપ્ત ધન હોવાની વાતો ચાલે છે…

Gujarat Others
શિવ મંદિરમાં તોડફોડ

સુરેન્દ્રનગરના થાનથી 5 કિમી દૂર જામવાડી ગામમાં આવેલા 1200 વર્ષ જૂના મુનિની દેરી નામે ખોળખાતા શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. શિવલિંગ અને પોઠિયાને દૂર કરીને ખોદકામ કરવામાં આવતાં અનેક રહસ્યો ઘેરાયાં છે. આ મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ 5થી 6 ફૂટનો ખાડો કરી ખોદકામ કરવામાં આવ્યું હોવાની શંકા સેવાઇ રહી છે.

શિવ મંદિરમાં તોડફોડ

આ પણ વાંચો :વાંચનના શોખીન આધેડની અમેરિકામાં કરવામાં આવી અનોખી રીતે અંતીમક્રિયા 

ઘટનાની જાણ થતા પોલીસ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મંદિરમાં અજાણ્યા શખ્સોએ શિવલિંગને અને પોઠીયાને દૂર કરી નીચે ખોદકામ કર્યું છે. લોકોના પ્રાથમિક અંદાજ મુજબ મંદિર નીચે ખજાનો દટાયો હોવાની દંતકથાઓને લીધે કોઇએ આ ખજાનો મેળવવા માટે તોડફોડ કરી મંદિરમાં ખોદકામ કર્યુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ શિવમંદિર રાષ્ટ્રીય રક્ષિત સ્મારક જાહેર થયેલ છે પરંતુ હાલ સરકારની કોઇ દેખરેખ આ જગ્યા પર નથી.

શિવ મંદિરમાં તોડફોડ

આ પણ વાંચો :રાજ્યમાં 31 જુલાઈ પછી ભારે વરસાદની આગાહી કરવામાં આવી

રાજા સિધ્ધરાજના માતા મીનળદેવી યાત્રા પર નીકળ્યા હતા ત્યારે તેમણે અનેક શિવમંદિર, વાવો બંધાવેલી હોવાના પુરાવા ઇતિહાસમાં છે. ત્યારે તેમણે આ મંદિર બંધાવ્યું હોવાનું કહેવામાં આવે છે. પુરાતત્વ દ્વારા આ મંદિર રક્ષિત જાહેર કરાયું છે. ગુજરાતનું આ મંદિર પણ ગુપ્ત ધનની લોકવાયકાથી અજાણ્યુ નથી. આદિકાળથી મંદિરના શિવલીંગ કે પોઠિયાની નીચે ગુપ્ત ધન હોવાની વાતો ચાલે છે. મુઘલોના સમયમાં શિવમંદિરો તોડીને ગુપ્ત ધનની લૂંટ ચલાવી હોવાનો પણ ઈતિહાસમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આજે પણ ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કરાયાનું મનાય છે.

આ પણ વાંચો :મહેસાણામાં ચાર્જિંગમાં ભરાવીને ફોન પર વાત કરતાં કિશોરીનું મોત

આ પણ વાંચો :સગીર વયની દિકરીને અપહરણ કરીને લઇ જનારા કડીના શકદાર શખ્સ સામે પોસ્કોની ફરીયાદ