રાજકોટ/ શહેરના 127 કોન્સ્ટેબલોને દિવાળીની ગિફટ, હેડ કોન્સ્ટેબલની બઢતી અપાઈ

પોલીસના પ્રત્યેક પરિવારને પોતીકાગણી ખૈવના રાખતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

Gujarat Rajkot
Untitled 28 શહેરના 127 કોન્સ્ટેબલોને દિવાળીની ગિફટ, હેડ કોન્સ્ટેબલની બઢતી અપાઈ

રાજયમાં   2 દિવસ પહેલા જ   મામલતદાર અને  નાયબમામલતદાર ને બઢતી આપીને બદલી  સાથે બઢતી  સરકાર દ્વારા અપાઈ ત્યારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા દીવાળીની ભેટ સ્વરૂપે  શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા કુલ 127 કર્મચારીઓને બઢતી આપવામાં આવતા રાજકોટ શહેર પોલીસ દળમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓને કોપ ઓફ ધ મંથ જાહેર કરી પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહીત કરવામાં આવેલ તેમજ  શહેરમાં ફરજ બજાવતા પો. સબ ઇન્સ. જેઓએ સારી કામગીરી કરેલ હોય જેમાં માલવીયાનગર પો.સ્ટે. ના પો. સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા પ્ર.નગર પો.સ્ટે. ના પો. સબ ઇન્સ. કે.ડી.પટેલ નાઓની કામગીરીને પ્રોત્સાહીત કરી તેઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ તેમજ  શહેરના તમામ પોલીસનોની કામગીરીની સમીક્ષા કરી સારી કામગીરીમાં માલવીયાનગર પો.સ્ટે. પ્રથમ તથા મહિલા પો.સ્ટે. દ્વીતીય ક્રમે આવેલ હોય જેઓને પણ પ્રોત્સાહીત કરવામાં  આવ્યા હતા.

આ પણ વાંચો;ડ્રગ કેસ / નવાબ મલિકના આરોપમાં શું છે તથ્ય ? સમીર વાનખેડે કેટલી મિલકત ધરાવે છે? આવો જાણીએ

તમામ સુવીધાઓ મળી રહે તે માટે  શહેર પોલીસ મુખ્ય મથક ખાતે પોલીસ પરિવારના બાળકો માટે અલગ અલગ રમત ગમતના ગ્રાઉન્ડો બનાવવામાં આવેલ છે તેજ રીતે બાળકો તથા વૃધ્ધો માટે એક સુંદર વાતાવરણ મળી રહે તે માટે બગીચા તથા ચીલ્ડ્રન પ્લે એરીયા પણ બનાવવામાં આવ્યા છે.

તેમજ પોલીસ પરિવારને પ્રસંગોપાત વ્યાજબી કિંમતમાં પાર્ટપ્લોટ મળી રહે તે માટે રામનાથપરા પોલીસ લાઇન ખાતે જુની જેલ જે ખંઢેર હાલતમાં હતી જયા હેરીટેજ ટાઇપ કોમ્યુનીટી હોલ બનાવવામાં આવેલ છે તેમજ પોલીસ પરિવારને વ્યાજબી કિંમતે જીવનજરૂરી ચીજવસ્તુ મળી રહે તે માટે પોલીસ મુખ્ય મથક ખાતે કેન્ટીન પણ કાર્યરત છે તેજ રીતે પોલીસ લાઇન ખાતે ગેસના સીલીન્ડરો દ્વારા ગેસ પુરો પાડવામાં આવતો તેની જગ્યાએ ગેસની પાઇપલાઇન દરેક કવાટર ખાતે મળી રહે જેનુ કામ હાલ ચાલુમાં છે.

તેમજ ઇલેકટ્રીક બચત થાય તે માટે સોલાર પેનલ પણ લગાવવામાં આવેલ છે તેમજ પોલીસ પરિવારમાં જેઓને સમાન્ય બીમારી હોય તેઓને દવાખાને જવુ ન પડે તે માટે  શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ ટેલીમેડીસીન યોજના શરૂ કરવામાં આવનાર છે જેમાં કોઇપણ પોલીસ પરિવારના સભ્યને સામાન્ય બીમારી હોય જે ફોન મારફત જાણ કરી અને તે અંગેની સારવારની દવાઓ મેળવી શકાશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં સુધારો લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવેલ છે.

આ પણ વાંચો ;આરોગ્ય કર્મચારીઓની રજૂઆતને સફળતા / દિવાળીના તહેવારમાં નોકરીનો સમય માત્ર 4 કલાક જ રહે