Rajkot/ રાજકોટમાં 13 પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલ અને કેર સેન્ટર કરાશે બંધ, અરજી પર મનપાની મહોર

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ દર્દીઓનો આંકડો ઘટી રહ્યો છે. રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે. નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

Gujarat
1

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ દર્દીઓનો આંકડો ઘટી રહ્યો છે. રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે. નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સાથોસાથ બહોળા પાયા પર કોરોના રસીકરણ ચાલી રહ્યું હોય દેશ સહિત રાજ્ય અને મહાનગરોમાં પણ કેસ ઘટવા લાગ્યા છે.રાજકોટ શહેરમાં કોરોનાના કેસ દિવસેને દિવસે ઘટવા લાગ્યા હોય તાજેતરમાં વિવિધ 13 જેટલી પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટર બંધ કરવા માટે સંબંધિત હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા મહાપાલિકા સમક્ષ અરજી રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Pakistan / શા માટે પોતાના દેશનાં ISIના પૂર્વ ચીફ દુર્રાનીને ભારતીય જાસૂસ, જાણો શું છે સત્ય

આ અંગે મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મહાપાલિકાના હદ વિસ્તારમાં કાર્યરત 7 ખાનગી હોસ્પિટલોએ તેમની કોવિડ હોસ્પિટલ બંધ કરવા માટે મહાપાલિકામાં અરજી હોવાનું તેમજ તે માટેની ફાઈલ નાયબ આરોગ્ય અધિકારી ડો.મનિષ ચુનારાના ટેબલ પર રજૂ કરવામાં આવી હતી. તેમજ આ અરજીનો તેમણે સ્વીકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે વધુમાં મહાપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.મનિષ ચુનારાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, શ્રેયસ, ઓરેન્જ, એચ.જે. દોશી, શાંતિ, જીનેસીસ, આયુષ અને ક્રિષ્ન કોવિડ કેર સેન્ટર સહિતની કુલ 13 જેટલી પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો તરફથી બંધ કરવા માટેની અરજી મળી હતી જે મંજૂર કરવામાં આવી છે.

#address / PM મોદી આજે એનસીસી રેલી તેમજ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ સંવાદને કરશે સંબોધિત

રાજકોટ મહાપાલિકાએ જાહેર કરેલા સત્તાવાર કોવિડના આંકડા અનુસાર ગઈકાલે બપોર સુધીમાં શહેરમાં કોરોનાના 14 પોઝિટિવ કેસ નોંધાયા છે અને આ સાથે શહેરમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 15080 પર પહોંચી છે. આજ સુધીમાં કુલ 14610 દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે અને રિકવરી રેઈટ 96.97 ટકા રહ્યો છે.  કુલ 5,65,813 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટિવિટી રેઈટ 2.66 ટકા રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…