Banaskantha/ બનાસકાંઠા અને અરવલ્લીમાં બે બનાવમાં દારૂ સાથે 14 લાખનો મુદ્દામાલ કબજે

એસએમસી અને અરવલ્લી એલસીબીએ નવ આરોપી સામે નોંધ્યો ગુનો

Gujarat Top Stories
Beginners guide to 2024 05 12T150612.070 બનાસકાંઠા અને અરવલ્લીમાં બે બનાવમાં દારૂ સાથે 14 લાખનો મુદ્દામાલ કબજે

Gujarat News : બનાસકાંઠા અને અરવલ્લીમાં બે અલગ અલગ બનાવમાં પોલીસે દારૂના જથ્થા સાતે કુલ 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્ને બનાવમાં પોલીસે નવ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ બનાવની વિગત મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) ના અધિકારીઓને માહિતી મળી હતી કે બનાસકાંઠાના નાદલા ગામથી ધાનેરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપ પાસેથી કેટલાક શક્સો ઈનોવા કારમાં દારનો જથ્થો લઈને પસાર થવાના છે. જેને આધારે પોલીસે અહીં જાળ બિછીવાને ઈનોવા કાર અટકાવી હતી. તપાસ કરતા અંદરથી રૂ.2,84,400 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, બે મોબાઈલ  અને ઈનોવા કાર મળીને કુલ રૂ. 12,94,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે કારના ડ્રાઈવર સહિત ચાર ફરાર આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.

અન્ય બનાવમાં અરવલ્લીના આંબલિયારાના લીંબ ગામ ખાતેથી એલસીબીની ટીમે દારૂના જથ્થા સાથે રૂ.1,26,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂ મહેશ ગઢવી નામના પોલીસકર્મીએ પહોંચાડ્યો હોવાની માહિતીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે પાંચ શક્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ

આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ