Rajkot/ 14 વર્ષના થેલેસેમિયા ગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ,પરિવારનો હોબાળો

ગુજરાતીમાં કહેવત છે “કરે કોઈ અને ભરે કોઈ” જે રાજકોટના એક પરિવાર માટે જાણે શબ્દશઃ સાચી ઠરી છે. રાજકોટમાં 14 વર્ષના થેલેસેમિયા ગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ

Gujarat Rajkot
1

ગુજરાતીમાં કહેવત છે “કરે કોઈ અને ભરે કોઈ” જે રાજકોટના એક પરિવાર માટે જાણે શબ્દશઃ સાચી ઠરી છે. રાજકોટમાં 14 વર્ષના થેલેસેમિયા ગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.આ બાળકને બ્લડ બેંક વાળા એ બ્લડ ચૅક કર્યા વગર ચડાવી દીધાં અંગે તેના પિતાએ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં આ ફરિયાદ લઈને પીડિતનો પરિવાર રાજકોટ કલેકટર સમક્ષ પહોંચી ગયો હતો. એવું કલેકટર ઓફિસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.જ્યારે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આક્ષેપ સામે સિવિલ હોસ્પિટલની કામગીરી ચોક્કસ હોવાનું તેમજ તેઓ તપાસ કરશે તેમ જણાવ્યું હતું.

hiv kid3 14 વર્ષના થેલેસેમિયા ગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ,પરિવારનો હોબાળો

KBC 12 / આજે KBC-12 નું ગ્રાન્ડ ફિનાલે, આખરી એપિસોડમાં કોણ હશે ખાસ મહેમાન અને શું હશે આકર્ષણ

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે બ્લડ બેન્ક દ્વારા બ્લડ ચેક કર્યા વગર સિવિલ હોસ્પિટલની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલને સોંપી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલ ચેક કર્યા વગર આ બ્લડ બાળકને ચડાવી દીધું હતું. અને હોસ્પિટલમાં બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેની આ બાળકના માતા-પિતાએ કદી કલ્પના પણ ન કરી હોય. થેલેસેમિયાગ્રસ્ત બાળકનું જીવન ટકાવી રાખવું પણ એક પડકારરૂપ હોય છે. એમાં પડ્યા પર પાટુ જેવી ઘટના ઘટી છે. અને પોતાના લાડકવાયાની જિંદગી દાવ પર મુકાઈ જવા પામી છે.આ ઘટનાની જાણ કોંગ્રેસને થતા પાર્ટીના આગેવાનો પીડિત પરિવારની સાથે કલેકટર ઓફિસે પહોંચ્યા હતા. તેમજ આ ઘટનાથી બાળકના માતા-પિતા હચમચી ગયા હતા એટલું જ નહીં પરંતુ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તેમજ બાળકને HIV ગ્રસ્ત બનાવવા માટે જે પણ જવાબદાર હોય તેની સામે પગલાં લેવા માટે માગણી કરી હતી. તેમજ જવાબદારો સામે કડક પગલા લેવા માટે રજૂઆત કરી હતી.

1
2

UPSC / સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું, UPSCનાં ઉમેદવારોને કોઈ વધારાની તક નહીં અપાય

આ બાળક જન્મથી જ થેલેસેમિયાગ્રસ્ત હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું તેમજ એક વર્ષનો હતો ત્યારથી દર પંદર દિવસે તેને સિવિલમાં આવેલી કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં બ્લડ ચઢાવવામાં આવતું હતું.આ માટે બ્લડ સેમ્પલ રિપોર્ટ નિયમિત રીતે કરવામાં આવતા હતા. તેમજ એચઆઈવી ટેસ્ટ પણ દર 6 મહિને કરવામાં આવતા હતા.તેમજ જ્યારે પણ ચઢાવવામાં આવતું ત્યારની તારીખો પણ ફાઇલમાં નાખવામાં આવતી હતી તેની સાથે યુનિટ નંબર તેમજ ડોક્ટરની સહી પણ થતી હતી. માટે આ ઘટના માટે બાળકના પિતાએ હોસ્પિટલ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે અત્યાર સુધી તો તેમનો બાળક થેલેસેમિયા ગ્રસ્ત હતો. પરંતુ બ્લડ બેંકની બેદરકારીથી આ ઘટના સામે આવી છે.તેમજ બ્લડ બેંકની આટલી મોટી અક્ષમ્ય પુલના કારણે તેમનો લાડકવાયો એચઆઇવીની ઝપેટમાં આવી ગયો છે.એના પિતાએ માગણી કરી હતી કે જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવી અને બ્લડ બેંક વાળા એ બ્લડ ચેક કર્યા વગર ચડાવી દીધું છે આવું અન્ય કોઈના બાળક સાથે ન થાય તે માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

PM Modi / વૈજ્ઞાનિકો પર સંપૂર્ણ ભરોસો, આપણી રસીની કોઈ આડઅસર નથી : PM મોદી

વધુમાં બાળકના પિતાએ જણાવ્યું હતું કે છેલ્લે 4 જાન્યુઆરી 2020 ના રોજ સિવિલમાં ચડાવવા ગયા ત્યારે નિયમ પ્રમાણે તેનો HIV ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે અમે લોકો ખૂબ જ આઘાતમાં સરી પડયા હતા અને ડોક્ટરને પૂછવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે તપાસ કરવી પડશે. HIV ગ્રસ્ત બ્લડ ચડાવી દેવામાં આવ્યું હોય તો આ પ્રકારની ઘટનાઓ થતી હોય છે. આ માટે બાળકના પિતાએ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ  નિરીક્ષણ કર્યા વગર તેના પુત્રને બ્લડ ચડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.સિવિલ હોસ્પિટલના મેડિકલ ફેકલ્ટીના ડીન ગૌરવી બેન ધ્રુવે કહ્યું હતું કે રાજકોટ પીડીયુ બ્લડ બેંક ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગના તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે. ચાર પ્રકારના બ્લડ પરીક્ષણ કર્યા બાદ રિપોર્ટ આવ્યા બાદ દર્દીને બ્લડ આપવામાં આવે છે. બાળકને અન્ય કોઈ જગ્યા પર ટ્રીટમેન્ટ લીધા બાદ એચઆઇવી પોઝિટિવ આવ્યો હોવાની શક્યતા હોઈ શકે છે. અથવા વિન્ડો પિરિયડ દરમિયાન બાળકને એચઆઇવી પોઝિટિવ રિપોર્ટ આવી શકે છે. હાલ આક્ષેપોને ફાઇનલ ગણી શકાય નહિ તેમ જ પ્રાથમિક રિપોર્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને આપી દેવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…