Beauty/ 1500 મેકઅપ આર્ટિસ્ટે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ગિનિસ બુકે પણ લીધી નોધ…

1500 મેકઅપ આર્ટિસ્ટે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ગિનિસ બુકે પણ લીધી નોધ…

Fashion & Beauty
download 2 1500 મેકઅપ આર્ટિસ્ટે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ગિનિસ બુકે પણ લીધી નોધ...

@આયુષી યાજ્ઞિક, અમદાવાદ 

ભારત અને અન્ય દેશોમાં તેમના બ્યૂટી પાર્લર કે સલૂનમાં બેઠાં બેઠાં 1500 મેકઅપ આર્ટિસ્ટ સમાંતરપણે ટ્રેડીશનલ ભારતીય પદ્ધતિથી નવવધૂના ચહેરા ઉપર મેકઅપ કરી  અને “મોસ્ટ યૂઝર્સ ઈન એ મેકઅપ વિડીયો હેંગઆઉટ” નો રેકોર્ડ સર્જ્યો. આ કાર્યક્રમ  સવારે 10.00 વાગે શરૂ થઈને એક કલાકમાં સમાપન કરી દેવાયો. કાર્યક્રમમાં શામેલ થનારા તમામ પ્રોફેશનલ્સને મેકઅપ પૂરો કરવા માટે એક કલાક મળ્યો હતો. સમારંભ શરૂ થયા પહેલાં દૂલ્હનના વાળ, જ્વેલરી અને કોશ્ચ્યુમના સ્ટાઈલિંગનો વિકલ્પ અપાયો અને  ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આ ઈવેન્ટનુ લંડનમાંથી મોનિટરીંગ કરીને રેકોર્ડ સુપ્રત કર્યો હતો. ભાગ લેનાર મેકઅપ પ્રોફેશનલ્સને સફળ થયા પછી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી સામેલ થયાનુ પ્રમાણપત્ર પણ અપાયું હતું.

આ ઈવેન્ટનુ આયોજન BEASA-બીસા બ્યુટી સલૂન ઈન્ટરનેશનલ ટ્રેડ શો, ઑલ ઈન્ડીયા હેર એન્ડ બ્યુટી એસોસિએશન અને બ્રહ્માણી ઈવેન્ટસ એન્ડ એક્ઝિબિશન્સ પ્રા. લિમિટેડ દ્વારા કરવામાં આવ્યુ હતું. ઈવેન્ટમાં સમગ્ર વિશ્વમાંથી ભારત, અમેરિકા, યુનાઈટેડ કીંગડમ અને યુનાઈટેડ આરબ એમિરેટસ તથા અન્ય સ્થળોએથી મેકઅપ આર્ટિસ્ટએ ભાગ લીધો હતો.

બ્રહ્માણી ઇવેંટ્સના સ્થાપકે આ અંગે જણાવ્યું  હતું કે હર એન્ડ બ્યુટી ઈન્ડસ્ટ્રીને કોરોના મહામારીને કારણે લદાયેલા લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે ખૂબ માઠી અસર થઈ છે. લગ્ન સમારંભો પરના પ્રતિબંધોને કારણે પણ ઉદ્યોગને ભારે નુકસાન થયુ છે. 20 ડિસેમ્બરના રોજ હાથ ધરાનાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રયાસને કારણે પ્રોફેશનલ્સને હાલના કપરા સમયમાં પોઝિટિવ રહેવા માટે પ્રેરણા મળશે. ક્રિએટિવ અને ઈનોવેટિવ મેકઅપ આઈડીયાઝ શોધી શકાશે. તેનાથી તેમને આગામી મહિનાઓમાં જ્યારે પરિસ્થિતિ સામાન્ય થવા માંડે ત્યારે નવેસરથી સારી શરૂઆત માટે પ્રોત્સાહન મળશે.

કોરોના મહામારીના કારણે વિશ્વ ઓનલાઈન પ્રવૃત્તિ તરફ વળ્યુ છે ત્યારે બ્યુટી પ્રોફેશનલ્સ તેમની કામગીરી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર રજૂ કરશે અને બ્યુટી ઈન્ડસ્ટ્રીને જીવંત બનાવવા પ્રયાસ કરશે. તે તેમની બ્રાઈડલ મેકઅપની પ્રતિભા આ ઈવેન્ટ મારફતે દુનિયા સમક્ષ રજૂ કરશે અને આ ઈવેન્ટથી બ્યુટી ઈન્ડસ્ટ્રીનો મિજાજ સુધરશે અને મહામારીમાંથી તે મજબૂત બનીને બહાર આવશે.

Kevadiya / સફારી પાર્કના પ્રાણી અને પક્ષીઓના દિલોજાન બનતા આદિવાસી યુવાન…

વ્યક્તિ વિશેષ / આ છે ભારતનાં પ્રખ્યાત 10 બ્લોગર્સ, દર મહિને કમાય છે આવી અધધધ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…