Astrology/ 15 માર્ચે મીન રાશિમાં સુર્યનું ‘મહાગોચર’

સૂર્યનું રાશિ પરિવર્તન 15 માર્ચ 2023 ના રોજ સવારે 06.13 વાગ્યે થશે. સૂર્ય મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. મીન રાશિચક્રની બારમી રાશિ છે. સૂર્યના મીન રાશિમાં ગોચર કરશે ત્યારે કેટલીક રાશિના લોકોને આર્થિક લાભ અને…

Rashifal Trending Dharma & Bhakti
Mahagochar in Pisces

Mahagochar in Pisces: સૂર્યને જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્યને આત્મા, પિતા તથા ઉર્જાનો કારક માનવામાં આવે છે. સૂર્યનું રાશિ પરિવર્તન દર મહિને થાય છે. સૂર્ય રાશિના પરિવર્તનથી તમામ 12 રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. જાણો સૂર્ય ગોચરની તમારી રાશિ પર કેવી થશે અસર…

સૂર્યનું રાશિ પરિવર્તન 15 માર્ચ 2023 ના રોજ સવારે 06.13 વાગ્યે થશે. સૂર્ય મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. મીન રાશિચક્રની બારમી રાશિ છે. સૂર્યના મીન રાશિમાં ગોચર કરશે ત્યારે કેટલીક રાશિના લોકોને આર્થિક લાભ અને પ્રસિધ્ધિ મળશે. કેટલીક રાશિના જાતકોને કરિયરમાં પણ સૂર્ય રાશિ પરિવર્તનનો જબરદસ્ત ફાયદો થશે.

જાણો કઈ રાશિના જાતકોને માર્ચ મહિનામાં સૂર્ય ગોચરનો લાભ મળશે

આ ૩ રાશિના જાતકોના જીવનમાં અચાનક થશે મોટા બદલાવ

મિથુન રાશિ: સૂર્ય ત્રીજા ભાવનો સ્વામી છે અને નામ, પ્રસિદધ્ધિ અને કરિયરના દસમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દૃષ્ટિએ મીન રાશિમાં ર્યનું ગોચર જાતકો માટે ઘણું સારું રહેશે.

સકારાત્મક: વ્યવસાયિક જીવનમાં ઘણો લાભ મળશે.

  • પ્રમોશન મેળવવા પ્રતી નવી તકો મળશે.
  • શિક્ષક, પ્રોફેસર અથવા કોઈપણ સરકારી સંસ્થામાં હોય તેમને વધુ લાભ થશે.
  • તમારા વ્યાવસાયિક જીવનમાં ફાયદો થશે
  • પ્રોપર્ટી ડીલરોને સારા ગ્રાહકો મળશે.

નકારાત્મક: તમે તમારી માતાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહેશો

  • બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધિત સમસ્ય થાય
  • બિનજરૂરી તકરારને કારણે શાંતિમાં ખલેલ પડશે.

તુલા રાશિ: સૂર્ય અગિયારમા ભાવનો સ્વામી છે અને હવે છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે, રાશિના જાતકોએ મીન રાશિમાં સૂર્યના આ ગોચરર દરમિયાન ઘરમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે

સકારાત્મક: સૂર્યનું ગોચર શત્રુઓ પર વિજય મેળવવા માટે સારું માનવામાં આવે છે.

  • કોઈ વિવાદ અથવા કાયદાકીય મામલામાં પરિણામો સારા આવશે.
  • કોઈ જગ્યા એ ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.
  • નવો વ્યવસાય શરૂ કરી શકો.

નકારાત્મક: નુકસાન અને દેવાનો સામનો કરવો પડી શકે છે.

  • ઘણા અણધાર્યા ખર્ચ થાય.
  • મુશ્કેલી આવી શકે.
  • નવું રોકાણ કરવું નહિ.

વૃશ્ચિક રાશિ: તમારા દસમા ભાવનો સ્વામી સૂર્ય પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. પાંચમો ભાવ તમારા શિક્ષણ,પ્રેમ સંબંધો અને સંતાનનું પ્રતિનિધિત્વ કરે છે

સકારાત્મક: પગાર વધારો અને લાભની અપેક્ષા રાખી શકો

  • શેરબજારમાંથી નાણાંકીય લાભ મેળવી શકો છો.
  • ઉચ્ચ શિક્ષણ મેળવી શકો.
  • આ પ્રેમ સંબંધ વિકસે

નકારાત્મક: મિત્રો તમારી જોડે કપટ કરી શકે.

  • તમારા સારા સ્વભાવનો લાભ બીજા ઉઠાવી શકે.
  • શારીરિક તકલીફ થાય.

ગોચરનો ગુરુ અશુભ હોય

  • ગુરુને પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી માનવામાં આવે છે.
  • જ્યારે આ નક્ષત્રોમાં કે ગુરુવારે ગુરુની ઉપાસના અને ઉપવાસ કરવી.
  • ચણા કે ચણાની દાળનું દાન કરવું.
  • બ્રાહ્મણ પૂજન કરવું અને બ્રાહ્મણને રેશમી વસ્ત્ર નું દાન કરવું.
  • કેળા કે પીળી વસ્તુઓનું દાન કરવું.
  • ગુરુઓનું પુજન અને આદર કરવાથી ગુરુ શક્તિશાળી બને છે અને શુભ પરિણામ આપે છે.

શિવધારા જ્યોતિષ

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

મો. 9898766370, 635451641

આ પણ વાંચો: Ahmedabad/ખોખરામાં એક જ સોસાયટીમાં 5 લોકોને કડ્યું શ્વાન, શું છે હિંસક બનવાનું કારણ

આ પણ વાંચો: Congress-left/કોંગ્રેસનો સાથ, સહયોગીના સૂપડા સાફ, ત્રિપુરા વિધાનસભા ચૂંટણીએ ફરીથી સાબિત કર્યુ

આ પણ વાંચો: Stock Market/બજારે ગઇકાલનો વધારે આજે ધોઈ નાખ્યોઃ સેન્સેક્સ 501 અને નિફ્ટી 129 પોઇન્ટ ઘટ્યો