Russia-Ukraine war/ ઓપરેશન ગંગા હેઠળ સાતમી ફલાઇટમાં 182 ભારતીય નાગરિક સ્વેદશ પરત ફર્યા,જાણો

મંગળવારે સવારે એર ઈન્ડિયાની સાતમી ફ્લાઈટ 182 ભારતીય નાગરિકોને લઈને રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઈ પહોંચી છે.

Top Stories India
3 ઓપરેશન ગંગા હેઠળ સાતમી ફલાઇટમાં 182 ભારતીય નાગરિક સ્વેદશ પરત ફર્યા,જાણો

રશિયા અને યુક્રેન વચ્ચેનું ભીષણ યુદ્ધ આજે છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. આ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ‘ઓપરેશન ગંગા’ સતત ચલાવવામાં આવી રહ્યું છે. મંગળવારે સવારે એર ઈન્ડિયાની સાતમી ફ્લાઈટ 182 ભારતીય નાગરિકોને લઈને રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઈ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાનું પ્લેન IX1202 મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યું જ્યાં આ ભારતીય નાગરિકોનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ સ્વાગત કર્યું.ઉલ્લેખનીય છે  કે, છેલ્લા દિવસે બુડાપેસ્ટથી છઠ્ઠી ફ્લાઈટ 240 ભારતીય નાગરિકોને લઈને દિલ્હી પહોંચી હતી, જેની જાણકારી વિદેશ મંત્રી એસ જયશંકરે આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, “બુડાપેસ્ટથી છઠ્ઠું ઓપરેશન ગંગા ઉડાન હેઠળ 240 ભારતીય નાગરિકો દિલ્હી પાછા ફર્યા હતા. સ્થળાંતર માટેના પ્રયાસો સતત ચાલુ છે

સરકારના આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં 1100થી વધુ ભારતીયોને ભારત પરત લાવવામાં આવ્યા છે. આ સાથે જ વધુ એક મહત્વનો નિર્ણય લેતા સરકારે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ વીકે સિંહ અને હરદીપ સિંહ પુરીને ભારતીયોની મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવા જશે, કિરેન રિજિજુ સ્લોવાકિયા જશે, હરદીપ સિંહ પુરી હંગેરી જશે અને જનરલ (આર) વીકે સિંહ પોલેન્ડ જશે.