Not Set/ 182 મહિલાઓ સાથે મિત્રતા કરી બાંધ્યા શારીરિક સંબંધ, આ રીતે કરી બ્લેકમેઇલ

કોલકાતા પોલીસે બ્લેકમેલ કરવા બદલ પ્રભાવશાળી વેપારી કુટંબના બે વ્યક્તિઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી, અને તેમની પાસેથી 182 મહિલાઓની ઘનિષ્ઠ ક્ષણોની વીડિયોટેપ મળી આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, પ્રભાવશાળી વેપારી કુટંબનાં બે માણસોએ સાત વર્ષથી મહિલાઓનાં વીડિયો સંગ્રહિત રાખ્યા હતા. ભારતીય પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે, ધરપકડ […]

India
blackmail 182 મહિલાઓ સાથે મિત્રતા કરી બાંધ્યા શારીરિક સંબંધ, આ રીતે કરી બ્લેકમેઇલ

કોલકાતા પોલીસે બ્લેકમેલ કરવા બદલ પ્રભાવશાળી વેપારી કુટંબના બે વ્યક્તિઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી, અને તેમની પાસેથી 182 મહિલાઓની ઘનિષ્ઠ ક્ષણોની વીડિયોટેપ મળી આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, પ્રભાવશાળી વેપારી કુટંબનાં બે માણસોએ સાત વર્ષથી મહિલાઓનાં વીડિયો સંગ્રહિત રાખ્યા હતા.

ભારતીય પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલ ત્રીજી વ્યક્તિ તેમાં સંડોવાયેલા હતા અને તે સંભવિત પીડિતને ફોન કરી અને તેનો વીડિયો ઇન્ટરનેટ પર મૂકવાની ધમકી આપવાના બહાને તેને બ્લેકમેલ કરતા. અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી અનીશ લોહારુકા એક એવા પરિવારનો છે જેની ઘણી હોટલો છે, જ્યારે તેનો મિત્ર આદિત્ય અગ્રવાલનો પરિવાર પ્રખ્યાત કપડાની દુકાન ધરાવે છે. બંનેએ 2013 થી વીડિયોટેપ બનાવવાની શરૂઆત કરી હતી.

અધિકારીએ કહ્યું, પહેલા તેઓ એક સ્ત્રી સાથે મિત્રતા કરતા. ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. તેમણે ઘનિષ્ઠ ક્ષણોના ચિત્રો અને વિડિઓ બનાવી અને કમ્પ્યુટરમાં મૂકી રાખતા. થોડા સમય પછી, તેઓ મહિલા સાથે સબંધો તોડી નાખતા. તેનો મુખ્ય ઉદ્દેશ તે મહિલાઓ પાસેથી પૈસા પડાવવાનો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે ગયા વર્ષે નવેમ્બરમાં કોલકાતા પોલીસની સાયબર ક્રાઇમ બ્રાંચમાં મહિલા દ્વારા નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન પોલીસે 10 જાન્યુઆરીએ કૈલાસ યાદવ નામના શખ્સની ફરિયાદીને બ્લેકમેલ બોલાવીને ધરપકડ કરી હતી. કરવાનો આરોપ મૂક્યો હતો. પૂછપરછ દરમિયાન યાદવે લોહારુકા અને અગ્રવાલના નામ જાહેર કર્યા હતા. લોહારુકા અને અગ્રવાલ ઇચ્છતા ન હતા કે તેઓનાં નામ જાહેર થાય, તેથી તેઓએ ફોન કોલ દ્વારા યાદવને બ્લેકમેલ કરવાનું કામ સોંપ્યું હતું.

પોલીસે અત્યાર સુધીમાં 182 મહિલાઓની ઘનિષ્ઠ ક્ષણોનો વીડિયોટેપ જપ્ત કર્યો છે, જે આરોપીઓએ છેલ્લા સાત વર્ષમાં બનાવ્યો હતો. અધિકારીએ કહ્યું કે, અમને યાદવના મોબાઇલ પર પીડિતાને ઘણા સંદેશા મોકલાયા છે. અમે કોલ રેકોર્ડની પણ તપાસ કરી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે તેણે કૈલાશને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે તેણે વધુ દસ લાખ માંગ્યા ત્યારે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક કોર્ટમાં રજુ થતાં પહેલાં તેને 6 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.