Not Set/ અફઘાનિસ્તાનના હેરાતમાં શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 29ના મોત

કાબુલ : અફઘાનિસ્તાનના હેરાતમાં મંગળવાર રાત્રે હુમલાખોરોએ શિયા સુમુદાયની મસ્જિદમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. આ આત્મઘાતી હુમલામાં 29 લોકોના મોત થયા છે જ્યારે 63થી વધારે લોકો ઘાયલ થયા છે. જેમાં કેટલાક ઇજાગ્રસ્તોની હાલત અતિગંભીર છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. આ આત્મઘાતી હુમલો ઇરાનની સરહદ પર આવેલા વિસ્તારમાં કરવામાં આવ્યો છે. આ હુમલો એવા સમયે કરવામાં […]

World
vlcsnap 2017 08 02 13h50m49s183 અફઘાનિસ્તાનના હેરાતમાં શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 29ના મોત

કાબુલ : અફઘાનિસ્તાનના હેરાતમાં મંગળવાર રાત્રે હુમલાખોરોએ શિયા સુમુદાયની મસ્જિદમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. આ આત્મઘાતી હુમલામાં 29 લોકોના મોત થયા છે જ્યારે 63થી વધારે લોકો ઘાયલ થયા છે. જેમાં કેટલાક ઇજાગ્રસ્તોની હાલત અતિગંભીર છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. આ આત્મઘાતી હુમલો ઇરાનની સરહદ પર આવેલા વિસ્તારમાં કરવામાં આવ્યો છે. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે મસ્જિદમાં વધારે લોકો નમાઝ પઢવા આવ્યા હતા. આ આત્મઘાતી હુમલા બાદ હોસ્પિટલના તબિબે જણાવ્યું હતું કે આ હુમલામાં 29 લોકોના મોત થયા છે જ્યારે 63 લોકો ઘાયલ થયા છે.

હેરાત પોલીસના પ્રવક્તા અબ્દુલ અહદ વલીજાદાએ જણાવ્યું કે, સ્થાનિક સમય મુજબ હુમલો રાતે 8 વાગે થયો. પ્રારંભિક તપાસમાં 2 હુમલાખોરો બે હૂમલાખોરોએ આ હૂમલો કર્યો હોવાનું હેરાતના અધિકારીઓએ જણાવ્યુ હતુ. તેમાંથી એક ફિદાયીન હુમલાખોર હતો, જેણે મસ્જિદની અંદર બ્લાસ્ટ કરીને ખુદને ઉડાવી દીધો. બીજાએ નમાજીઓ પર ગ્રેનેડ ફેંક્યા. બંને હુમલાખોરના મોત થયા છે. હજી સુધી આ આત્મઘાતી હુમલાની કોઇ સંગઠને જવાબાદારી લીધી નથી. અફઘાનિસ્તાનમાં થયેલા આતંકી હુમલામાં આ વર્ષે 1700 લોકોના મોત થયા છે.