સુરેન્દ્રનગર/ 108ની જેમ પશુઓ માટે 1962 એમ્બ્યુલન્સ સેવા

108ની જેમ પશુઓ માટે 1962 એમ્બ્યુલન્સ સેવા શરૃ થઇ. પાટડીના માલવણ ગામે એમ.વી. ડી. (મોબાઈલ વેટરનીટી ડિસ્પેન્સરી) જીવીકે કંપનીની 1962 એમ્બ્યુલન્સની સેવાએ અબોલ જાનવરને જીવનદાન આપ્યું છે

Gujarat
3 17 108ની જેમ પશુઓ માટે 1962 એમ્બ્યુલન્સ સેવા

પાટડીના માલવણ ગામે એમ.વી. ડી. (મોબાઈલ વેટરનીટી ડિસ્પેન્સરી) જીવીકે કંપનીની 1962 એમ્બ્યુલન્સની સેવાએ અબોલ જાનવરને જીવનદાન આપ્યું

મનુષ્યોને બીમારીમાં 108 એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળે છે. એવી જ રીતે અબોલ પશુઓની બીમારીઓની સારવાર માટે દશ ગામ દીઠ હરતું – ફરતું દવાખાનું 1962 એમ્બ્યુલન્સની સેવા ચાલુ કરવામા આવી છે

પાટડીના માલવણ ગામે એમ.વી. ડી. (મોબાઈલ વેટરનીટી ડિસ્પેન્સરી) જીવીકે કંપનીની 1962 એમ્બ્યુલન્સની સેવાએ અબોલ જાનવરને જીવનદાન આપ્યું છે. ત્યારે મનુષ્યોને બીમારીમાં 108 એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળે છે. એવી જ રીતે અબોલ પશુઓની બીમારીઓની સારવાર માટે દશ ગામ દીઠ હરતું – ફરતું દવાખાનું 1962 એમ્બ્યુલન્સની સેવા ચાલુ કરવામા આવી છે.

પાટડીના માલવણ ગામે એમ.વી. ડી. (મોબાઈલ વેટરનીટી ડિસ્પેન્સરી) જીવીકે કંપનીની 1962 એમ્બ્યુલન્સની સેવાએ અબોલ જાનવરને જીવનદાન આપ્યું છે. ત્યારે પાટડી તાલુકાના માલવણ ચોકડી નજીક ભડેણા ગામથી ગર્ભવતી ગાયને સારવાર માટે પિકઅપ વાનમાં પશુપાલકો લઈને આવ્યા હતા. ત્યારે એમ.વી.ડી. સ્ટાફની મદદથી આ ગર્ભવતી ગાયની સારવાર ચાલુ કરવામા આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં કરતા જણાયું કે, ગાયનું બચ્ચું ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હતું. જેથી નોર્મલ પ્રસૂતિ થઈ શકે તેમ નહોતી.

મનુષ્યોને બીમારીમાં 108 એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળે છે. એવી જ રીતે અબોલ પશુઓની બીમારીઓની સારવાર માટે દશ ગામ દીઠ હરતું – ફરતું દવાખાનું 1962 એમ્બ્યુલન્સની સેવા ચાલુ કરવામા આવી છે. પાટડી તાલુકાની માલવણ ચોકડી પાસે ક્રિટીકલ કેસની સારવાર કરવામાં આવી હતી. અને આ સિઝેરિયન ઓપરેશન (એમ.વી.ડી.ના પ્રોજેક્ટ મેનેજર ) ડૉક્ટર તાલિબ હુસેન, સુરસાગર ડેરીના ડૉક્ટર ભાવેશ ચાવડા, માલવણ એમ.વી.ડી.ના ડૉક્ટર દત્ત આર.પટેલ, ઉપરિયાળા એમ.વી.ડી.ના ડૉક્ટર ધ્રુવ એસ. પ્રજાપતિ, સવલાણા એમ.વી.ડી.ના ડૉક્ટર શુભમ સથવારા સહિતના સ્ટાફે મળીને સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગાયને મોતનાં મુખમાંથી જતા બચાવી લીધી હતી

આ સમગ્ર ઓપરેશનમાં પાયલોટ સંજયભાઈ, પાઇલોટ વિષ્ણુભાઈ એ પણ અથાગ પરિશ્રમથી માનવતાની મહેક ફેલાવી હતી. જેમાં 108 એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી પ્રસેનજિત કૌશલે પણ હાજર રહી આ સમગ્ર ઘટનાને કેમેરામા કેદ કરી હતી. જેમાં ઉપસ્થિત ગ્રામજનો અને ગાયના પશુપાલકોએ 1962 એમ્બ્યુલન્સ સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો. આવી જ રીતે 1962ની સેવા સમગ્ર ગુજરાતમાં ચાલુ થાય અને તમામ ગામડાઓને આ સેવાનો લાભ મળી રહે એવી ઈચ્છા દર્શાવી હતી.