Vijay Diwas/ 1971 માં ગુમ થયેલા લાન્સ નાયકના 49 વર્ષ બાદ મળ્યા જીવંત હોવાના સમાચાર

જલંધરના દાતાર શહેરની 75 વર્ષીય સત્ય દેવીની વાર્તા સામાન્ય મહિલાઓ માટે એક ઉદાહરણ છે. તેમના પતિ મંગલ સિંહ 1971 ના યુદ્ધમાં ગુમ થયા હતા અને ત્યારબાદ પાકિસ્તાની સૈન્ય દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Top Stories India
a 233 1971 માં ગુમ થયેલા લાન્સ નાયકના 49 વર્ષ બાદ મળ્યા જીવંત હોવાના સમાચાર

જલંધરના દાતાર શહેરની 75 વર્ષીય સત્ય દેવીની વાર્તા સામાન્ય મહિલાઓ માટે એક ઉદાહરણ છે. તેમના પતિ મંગલ સિંહ 1971 ના યુદ્ધમાં ગુમ થયા હતા અને ત્યારબાદ પાકિસ્તાની સૈન્ય દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે, મંગળ માત્ર 27 વર્ષના હતા. સત્ય દેવીના ખોળામાં બે પુત્રો હતા. ત્યારથી, સત્ય દેવીએ ઘણા દાયકાઓ તેમના પતિની રાહ જોવામાં પસાર કર્યા, પરંતુ વિદેશ પ્રધાનને મળેલા પત્રથી તેમની આશા ફરી જાગી છે.

હકીહતમાં , સત્ય દેવીના પતિ મંગલ સિંહની 1962 ની આસપાસ  તેમની ભારતીય સૈન્યમાં ભરતી કરવામાં આવી હતી. 1971 માં, લાન્સ નાયક મંગલ સિંહને રાંચીથી કોલકાતા બદલી કરવામાં આવ્યા હતા અને તેમની ફરજ બંગલાદેશ મોરચે થઈ હતી. થોડા દિવસો પછી સેના તરફથી એક ટપાલ આવી  કે બાંગ્લાદેશમાં સૈનિકોને લઇ જઈ રહેલી બોટ ડૂબી ગઈ અને મંગલ સિંહ સહિતના તમામ સૈનિકો માર્યા ગયા.

mangal-singh

ત્યારથી, સત્ય દેવીને પોતાના પતિની પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. તેણે મુકત થવા માટે આગ્રહ કર્યો પણ કોઈ મદદ મળી શકી નહીં. સત્ય દેવીએ સંતાનોને લઈને પતિની રાહ જોવાની આશા છોડી ન હતી. ભારત સરકારને ઘણા પત્રો મોકલ્યાના ઘણા વર્ષો પછી, તેમના પ્રયત્નોનો પરિણામ ચૂક્યો. હવે 49 વર્ષ બાદ ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રાલય કચેરી દ્વારા એક પત્ર મોકલીને, સત્ય દેવીને તેમના પતિના જીવિત હોવાની માહિતી આપવામાં આવી છે.

વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે મંગલ સિંહ પાકિસ્તાનની કોટ લખપત જેલમાં બંધ છે. પાકિસ્તાન સરકાર સાથે વાત કરીને તેમની ઝડપથી છોડાવવાના  પ્રયાસો કરવામાં આવશે. સત્ય દેવી અને તેમના બે પુત્રો છેલ્લા 49 વર્ષોથી મંગળ સિંહની રાહ જોઈ રહ્યા હતા, હવે તેઓ આશા રાખે છે કે તે જલ્દીથી પાછા ફરશે અને તેમણે આ માટે સરકારને અપીલ પણ કરી છે.

તુર્કી પર અમેરિકાના પ્રતિબંધ સાથે રશિયા પાસેથી S-400 ખરીદી મામલે ભારત પર દબાણ

સરકાર અને ખેડૂત બંનેની જીદ, સુપ્રીમમાં સુનાવણી કોની થશે જીત

ઓવૈસીના કારણે બંગાળમાં બિહારવાળીનો ડર, ભાજપથી મોટો ચોર કોઇ નહીં – મમતા બેનર્જી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…