Not Set/ વકીલ મંડળે આપી જોશીને અનોખી શ્રદ્ધાંજલિ, સાંસદ પૂનમ માડમે આપી હાજરી

  જામનગરનાં વકિલ કિરીટ જોષીની સરાજાહેર થયેલી હત્યાને પાંચ દિવસ થઇ ગયો હોવા છતા હત્યારાઓને પોલીસ ઝડપી શકી નથી જેના કારણે વકિલોમાં રોષ ફેલાયો છે. સરાજાહેર હત્યાને કારણે વકિલોમાં ભયની લાગણી ફેલાઇ ગઈ છે. જામનગરના ખ્યાતનામ વકીલ કિરીટ જોશીની હત્યાના પાંચમાં દિવસે જામનગરમાં વકીલ મંડળે રામધુન બોલાવી મૃતકને અનોખી શ્રધાંજલિ આપી હતી. જેમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત […]

Gujarat
ahmd 1 વકીલ મંડળે આપી જોશીને અનોખી શ્રદ્ધાંજલિ, સાંસદ પૂનમ માડમે આપી હાજરી

 

જામનગરનાં વકિલ કિરીટ જોષીની સરાજાહેર થયેલી હત્યાને પાંચ દિવસ થઇ ગયો હોવા છતા હત્યારાઓને પોલીસ ઝડપી શકી નથી જેના કારણે વકિલોમાં રોષ ફેલાયો છે. સરાજાહેર હત્યાને કારણે વકિલોમાં ભયની લાગણી ફેલાઇ ગઈ છે.

જામનગરના ખ્યાતનામ વકીલ કિરીટ જોશીની હત્યાના પાંચમાં દિવસે જામનગરમાં વકીલ મંડળે રામધુન બોલાવી મૃતકને અનોખી શ્રધાંજલિ આપી હતી. જેમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે જામનગરના જાણીતા વકીલ કિરીટ જોશીની શનિવારે રાત્રે સરા જાહેર કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. ચાર  દિવસની તપાસ બાદ પોલીસ તપાસની દિશા અને દશાને લઈને ઠેર ઠેરથી વિરોધ શરુ થયો છે. સ્થાનિક વકીલ મંડળે લાલ બંગલા ખાતે રામધુન બોલાવી મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી.

જેમાં સાંસદ પૂનમ માડમ પણ જોડાયા હતા. જામનગરના સાંસદ પુનમ બેન માડમ એ જણાવ્યુ હતું કે, જામનગરમાં બનેલી આ ઘટના એ શહેર માટે એક શરમજનક કિસ્સો છે અને જે પણ આરોપીઓ છે તેને તાત્કાલિક અસર થી પોલીસ પકડી પાડી અને સરકાર દ્વારા તેને ફાંસી જેવી સજા ફટકારવામાં આવે કે બીજી વાર આવો ગુના કરતાં આવા તત્વો 100 વાર વિચાર કરે અને ફરી આવી ઘટના બને નહીં.