પર્દાફાશ/ સુરતમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના કેસમાં મોરબીથી 2 મુખ્ય સૂત્રધાર ઝડપાયા

ઓલપાડના પિંજરતના ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના કેસમાં ક્રાઈમબ્રાંચે મોરબીથી 2 મુખ્ય સૂત્રધારનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી તા. 11મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

Top Stories Gujarat Surat
surat zabbe સુરતમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના કેસમાં મોરબીથી 2 મુખ્ય સૂત્રધાર ઝડપાયા

સંજય મહંત, સુરત@ મંતવ્ય ન્યૂઝ

ઓલપાડના પિંજરતના ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના કેસમાં ક્રાઈમબ્રાંચે મોરબીથી 2 મુખ્ય સૂત્રધારનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી તા. 11મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓએ કુલ ૧૦,૦૯૩ ઇન્જેક્શન બનાવી વેચ્યા હોવાનું બહાર આવ્યું હતું.કોરાનાકાળમાં કોરાના સંક્રમિત દર્દીઓને આપવામાં આવતા રેમડેશીવીર ઈંજેકશનની અછતના પગલે કાળા બજારી સાથે ડુપ્લીકેટ ઈંજેકશન બનાવીને વેચવાના ગુનાઈત કારસોના પણ સુરત ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાંચે ગઈ તા.2 જી મેના રોજ અડાજણ પરશુરામ ગાર્ડન નજીકથી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રાના વતની આરોપી જયદેવસિંહ વેલુભા ઝાલાની 8 નંગ ડુપ્લીકેટ રેમડેશીવીર ઈંજેકશન સાથે કુલ રૃ.37,500 ની મત્તા સાથે ઝડપી લીધો હતો.હાલમાંઆરોપી જયદેવસિંહ ઝાલા તા.12મી જુન સુધી સુરત ક્રાઈમ બ્રાંચના રિમાન્ડ હેઠળ હોવા દરમિયાનક્રાઈમબ્રાંચે મોરબીથી 2 મુખ્ય સૂત્રધારનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી તા. 11મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસ તપાસમાં આરોપી પુનીત ડુપ્લીકેટ ઈન્જેકશનો સમાન જેવી કે ખાલી બોટલ, સ્ટીકરો તથા અંદરનો પાવડર તથા અન્ય સામાન મુંબઈથી સુરત કૌશલને મોકલતો હતો. અને કૌશલ ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન બનાવતો હતો. આરોપી ઇન્જેક્શનમાં ગ્લુકોઝનું પાઉડર તથા સોડીયમ ક્લોરાઈડ એટલે કે મીઠુંનું મિશ્રણ કરીને બનાવતા હતા. આવી જ રીતે આરોપીઓએ કુલ ૧૦,૦૯૩ જેટલા ઇન્જેક્શન બનાવ્યા હતા અને વેચ્યા હતા. આરોપીઓએ વિરુદ્ધ આવી રીતે ઇન્જેક્શન બનાવી વેચવા અંગે સુરત, મોરબી, ઇન્દોર, જબલપુરમાં ગુનાઓ નોંધાયેલા છે.

majboor str 12 સુરતમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના કેસમાં મોરબીથી 2 મુખ્ય સૂત્રધાર ઝડપાયા