ધરપકડ/ ડમીકાંડમાં SIT દ્વારા વધુ 2 આરોપીની ધરપકડ, 36માંથી 8 આરોપીઓની કરવામાં આવી ધરપકડ

રાજ્યમાં બહુચર્ચિત ડમીકાંડમાં એસઆઇટી દ્વારા વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આ કેસમાં આરોપી મિલન ઘુઘા બારૈયાની ધરપકડ કરવામાં આવી છે

Top Stories Gujarat
8 2 3 ડમીકાંડમાં SIT દ્વારા વધુ 2 આરોપીની ધરપકડ, 36માંથી 8 આરોપીઓની કરવામાં આવી ધરપકડ

ડમીકાંડમાં SIT દ્વારા વધુ 2 આરોપીની ધરપકડ
ડમીકાંડના આરોપી મિલન ઘુઘા બારૈયાની ધરપકડ
વિરમદેવસિંહ નાગભા ગોહિલની કરાઈ ધરપકડ
મિલને ડમી ઉમેદવાર તરીકે આપી છે 7 વાર પરીક્ષા
વિરમદેવસિંહે 2017માં આપી હતી ડમી તરીકે પરીક્ષા
શરદ મારફતે વિરમદેવસિંહે ગ્રામસેવકની આપી હતી પરીક્ષા
હાલ વિરમદેવસિંહ STમાં કરે છે નોકરી
અત્યાર સુધીમાં 36માંથી 8 આરોપીની ધરપકડ

રાજ્યમાં બહુચર્ચિત ડમીકાંડમાં એસઆઇટી દ્વારા વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આ કેસમાં આરોપી મિલન ઘુઘા બારૈયાની ધરપકડ કરવામાં આવી છે અને વિરમદેવસિંહ નાગભા ગોહિલની પણ ધરપકડ કરાઇ છે.પકડાયેલા આરોપી મિલને ડમી ઉમેદવાર તરીકે અત્યાર સુધી 7 વાર પરીક્ષા આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વિરમદેવ સિંહે 2017માં પણ ડમી તરીકે પરીક્ષા આપી હતી.

ઉલ્લેખનીય છે કે શરદ મારફતે વિરમદેવ સિહેએ ગ્રામસેવકની પરીક્ષા આપી હતી. હાલ વિરમદેવસિંહ એસટીમાં નોકરી કરે છે, નાસતા ફરતા ડમીકાંડના આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્યાર સુધી માં 36માંથી 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે આ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.