Shocking/ 20 વર્ષની યુવતીને થયો 77 વર્ષનાં વૃદ્ધ સાથે પ્રેમ, જાણો કેવી રીતે શરૂ થઇ પ્રેમ કહાની

પ્રેમ વિશે કહેવાય છે કે તે આંધળો હોય છે આ વાતને સાચુ સાબિત કરી રહી છે એક 20 વર્ષની યુવતી કે જે એક 77 વર્ષનાં વ્યક્તિનાં પ્રેમમાં પાગલ થઇ ગઇ છે. બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. એકબીજામે સમજી રહ્યા છે.

Ajab Gajab News
આંધળો પ્રેમ

પ્રેમ વિશે કહેવાય છે કે તે આંધળો હોય છે આ વાતને સાચુ સાબિત કરી રહી છે એક 20 વર્ષની યુવતી કે જે એક 77 વર્ષનાં વ્યક્તિનાં પ્રેમમાં પાગલ થઇ ગઇ છે. બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. એકબીજામે સમજી રહ્યા છે.

આ પણ વાંચો – OMG! / મહિલા કોન્સ્ટેબલને લિંગ બદલવાની મધ્યપ્રદેશ સરકારે આપી મંજૂરી, જાણો પૂરી વિગત

20 વર્ષની આ યુવતી 77 વર્ષનાં પુરુષ સાથે લગ્ન કરવા માંગે છે. યુવતીએ કહ્યું કે, ટૂંક સમયમાં તે તેના 77 વર્ષનાં બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગે છે. છોકરી તેના બોયફ્રેન્ડ વગર રહેવા માંગતી નથી. આ મામલો બ્રિટન અને મ્યાનમાર સાથે સંબંધિત છે. યુવતી મ્યાનમારની છે જ્યારે પુરુષ બ્રિટનનો છે. 20 વર્ષની યુવતીનું નામ જો છે, જ્યારે પુરુષનું નામ ડેવિડ છે. ધ સનમાં છપાયેલા સમાચાર અનુસાર, યુવતી તે પુરુષ સાથે લગ્ન કરવા માંગે છે. યુવતીનાં કહેવા પ્રમાણે, બન્ને એકબીજાથી ઘણા દૂર રહે છે. અને માત્ર ઓનલાઈન મળ્યા છે. પહેલા બન્નેની ઓળખાણ થઈ અને ત્યારપછી તેમની ઓળખાણ પ્રેમમાં પરિણમી અને બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા. યુવતીએ જણાવ્યું કે ડેવિડ મ્યુઝિક ડાયરેક્ટર છે. તેમને કોઈ બાળકો નથી. ઉંમરમાં અંતર છે પણ ઉંમર તેમના પ્રેમને ઘટાડી શકતી નથી.

આ પણ વાંચો – સાંપના લીધે કરોડોનું નુકસાન / એક સાંપ મારવા જતા વ્યક્તિને થયું સાત કરોડ રૂપિયાનું નુકસાન, થઇ ગયો કંગાળ

યુવતીએ જણાવ્યું કે, લગભગ 2 વર્ષ પહેલા તે એક એવા વ્યક્તિની શોધમાં હતી જે મને મારા અભ્યાસમાં મદદ કરી શકે. આર્થિક રીતે પણ મદદ કરી શકે છે. તે ડેવિડને ડેટિંગ સાઇટ પર મળી હતી. બન્ને મિત્રો બની ગયા. જે બાદ આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. યુવતીએ કહ્યું કે તેની પાસે હજી પાસપોર્ટ નથી, પાસપોર્ટ બની જતાં જ તે ડેવિડને મળવા જશે. યુવતીએ કહ્યું કે, તે ડેવિડ સાથે લગ્ન કરશે. કારણ કે ડેવિડ યુવતીને પોતાની લાઈફ પાર્ટનર માને છે.