World/ અમેરિકામાં 2000 બાળકોએ એકસાથે ભગવદ ગીતાનું પઠન કર્યું, વીડિયો જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો

અમેરિકાના ડલ્લાસમાં 2 હજાર બાળકોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. અહીં તેઓએ સાથે મળીને  તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Top Stories World
Untitled.png ima harti 9 અમેરિકામાં 2000 બાળકોએ એકસાથે ભગવદ ગીતાનું પઠન કર્યું, વીડિયો જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો

સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથા ગવાઈ રહી છે. લોકો ભારતીય સંસ્કૃતિ તરફ દોરવાઈ રહ્યા છે.  દર વર્ષે લાખો પ્રવાસીઓ વિદેશથી ભારતના ધાર્મિક સ્થળો જોવા આવે છે. મથુરા-વૃંદાવન અને ઋષિકેશમાં વિદેશી પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે. સાથે જ ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિની ઝલક અવારનવાર જોવા મળે છે. ત્યારે અમેરિકા ખાતે  2000 વિધાર્થીઓએ એક સાથે ભગવદ ગીતાના પાઠનું પઠન કર્યું હતું. અને તેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

હાલમાં જ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા પછી દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી નહીં સમાય.  અમે તમને વિડિયો વિશે માહિતી આપીએ એ પહેલા તમારે આ વિડિયો એકવાર જરૂર જોવો.

સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં તમે એક મોટું ઇન્ડોર સ્ટેડિયમ જોશો. આ સ્ટેડિયમની અંદર હજારો બાળકો એકસાથે ભગવદ ગીતાનો પાઠ કરી રહ્યા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે 2 હજાર બાળકો એકસાથે ભગવદભાગવત કથા કરી રહ્યા છે. ખરેખર આ દ્રશ્ય અદ્ભુત છે.

એક વર્ષથી તૈયારી કરી રહી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વાયરલ વીડિયો અમેરિકાના ડલ્લાસનો છે. અહીં બાળકોએ સાથે મળીને ભગવદ કથાનું પઠન કર્યું હતું. વીડિયો પર આપેલા કેપ્શન પ્રમાણે આ બાળકો છેલ્લા એક વર્ષથી આની તૈયારી કરી રહ્યા હતા. સાથે જ તેમણે ભગવદ ગીતા  પાઠ કરીને સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ફેલાવો વધાર્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર RVAIDYA2000 નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. 16 ઓગસ્ટે શેર કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોને 12 હજારથી વધુ યુઝર્સે લાઈક કર્યો છે.