Rajkot News/ રાજકોટમાં 2 હજારની નોટ ચલણમાં નથી, છતાં પણ 300 કમિશનથી સ્વીકારવામાં આવે છે…..

Rajkot News : રાજકોટના જુબેલી ખાતે આવેલ મહેતા પાન ડીપોનો વિડિયો થયો વાઇરલ, કહ્યું કે અમો 2 હજારની નોટો સ્વીકારીએ છીએ. જોકે 2 હજારની નોટોને ચલણમાં ઉપયોગ કરવા RBI મનાઈ હુકમ કર્યો છે.

Gujarat Rajkot Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 22 રાજકોટમાં 2 હજારની નોટ ચલણમાં નથી, છતાં પણ 300 કમિશનથી સ્વીકારવામાં આવે છે.....

Rajkot News :  સમગ્ર દેશમાં 2 હજારની નોટ વ્યવહારમાં(ચલણમાં) નથી છતાં રાજકોટમાં સ્વીકારવામાં આવે છે. રાજકોટના જુબેલી ખાતે આવેલ મહેતા પાન ડીપોનો વિડિયો વાઇરલ થયો છે. જેમાં પાન ડિપો સંચાલક એક નોટ પર 300 રૂપિયા કમિશન લઈ નોટ સ્વીકારે છે. પાન ડેપોના સંચાલક દ્વારા સ્વીકારવામાં આવ્યું કે અમે 2 હજારની નોટ સ્વીકારી છીએ.

રાજકોટમાં જુબેલી ગાર્ડન પાસે રૂપિયા 2 હજારની નોટ રૂ. 300 કમિશન લઈને અમે નોટને ચલણમાં લઈ આવવાં પ્રયાસ કર્યો છે. પાન ડિપો સંચાલક એ કહ્યું કે અમને ખબર છે આ કાયદેસર નથી છતાં કમિશન માટે ધંધો કરીએ છીએ. કમિશન માટે ધંધો કરનારને પોલીસ સબક શીખવાડે તો પણ નવાઈ નહીં. રાજકોટ પોલીસો તપાસ ચલાવીનો યોગ્ય તપાસ હાથ ધરવી જોઈએ.

1946ની નોટબંધી

દેશમાં પ્રથમ નોટબંધી બ્રિટિશ શાસનમાં થઈ હતી. 12 જાન્યુઆરી, 1946ના રોજ, ભારતના વાઈસરોય અને ગવર્નર જનરલ સર આર્ચીબાલ્ડ વેવેલે ઉચ્ચ મૂલ્યની બૅન્કનોટને નાબૂદ કરવા માટે વટહુકમનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે, 26 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યાથી 500, 1000 અને 10,000 રૂપિયાના મૂલ્યની બેંક નોટો અમાન્ય થઈ ગઈ છે.

1978નું બીજું ડિમોનેટાઇઝેશન

16 જાન્યુઆરી 1978ના રોજ જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકારે કાળાં નાણાંને ખતમ કરવા માટે રૂ. 1,000, રૂ. 5,000 અને રૂ. 10,000ની નોટો બંધ કરી દીધી હતી. તેના પગલાના ભાગરૂપે, સરકારે જાહેરાત કરી હતી કે તે દિવસે બેંકિંગ સમય પછી રૂ. 1,000, રૂ. 5,000 અને રૂ. 10,000ની નોટોને કાનૂની ટેન્ડર ગણવામાં આવશે નહીં. બીજા દિવસે એટલે કે 17 જાન્યુઆરીએ સરકારની તિજોરી સિવાયની તમામ બેંકો અને તેમની શાખાઓને વ્યવહારો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે દેસાઈ સરકારમાં નાણામંત્રી એચ.એમ. પટેલ જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ નાણા સચિવ હતા.

2016 માં રાત્રે 8 વાગ્યે નોટબંધી

2016 માં રાત્રે 8 વાગ્યે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું અને 12 વાગ્યે 1000 ચલણને બંધ કર્યું. આ ઐતિહાસિક નિર્ણય પછી, રૂ. 1,000/-ની સર્વોચ્ચ મૂલ્યની નોટોને બંધ કરીને નવી 2,000/-ની નોટ જાહેર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે જૂની નોટોને ચલણમાંથી બહાર કાઢીને નવી નોટો જારી કરવામાં આવી હોય. આ પહેલા પણ દેશમાં નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2018-19માં રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નોટબંધીને કારણે કાળું નાણું થયું સફેદ, સુપ્રીમ કોર્ટના જજે ઉઠાવ્યા મોટા સવાલો

આ પણ વાંચો: મોદી જ્યારે પણ જાપાન જાય છે ત્યારે નોટબંધી કરે છેઃ બઘેલ

આ પણ વાંચો: નોટબંધી મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા માટે રિવ્યુ પિટિશન દાખલ કરાઇ