Gujarat election 2022/ 2002ની ચૂંટણીએ ગુજરાતને બેઠું કર્યુઃ 2022ની ચૂંટણી નવી દિશા આપશેઃ મોદી

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે 2002ની ચૂંટણીએ ગુજરાતનું નવસર્જન કર્યુ હતું તો 2022ની ચૂંટણી ગુજરાતને નવી દિશા આપશે.

Top Stories Gujarat
Modi Modasa 2002ની ચૂંટણીએ ગુજરાતને બેઠું કર્યુઃ 2022ની ચૂંટણી નવી દિશા આપશેઃ મોદી
  • આ ચૂંટણી તો આગામી 25 વર્ષ આપણા ગુજરાતના કેવા હશે તે નક્કી કરશે. આપણું ગુજરાત વિકસીત બને
  • જવાબદારી સોંપાયા પછી કોઇ દિવસ ગયો નથી કે જ્યારે અમે ગુજરાતના વિકાસના કામોનું નવું ડગલું ન માંડ્યુ હોય
  • ધરોઇથી અંબાજી ઇક્કો ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ.સાયકલ ટુરિઝમ વિકસાવ્યું છે શ્રી નરેન્દ્રભાઇ મોદી
  • જે ભારત પર્યાવરણને બગાડશે તેવી વાતો થતી હતી એને બદલાવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને દેશના લોકપ્રિય પ્રધાનસેવક અને વૈશ્વિક નેતા  નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિજય સંકલ્પ સંમેલન થકી બનાસકાંઠામાં વિશાળ જનમેદનીને સંબોધી. આ જાહેર સભામાં બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ જાહેરસભામાં કેન્દ્રીયમંત્રી પુરષોત્તમભાઇ રૂપાલાજીએ પ્રાંસગિક સંબોધન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે 2002ની ચૂંટણીએ ગુજરાતનું નવસર્જન કર્યુ હતું તો 2022ની ચૂંટણી ગુજરાતને નવી દિશા આપશે.

બનાસકાંઠાના લોકોએ જીલ્લાની તમામ બેઠકો પર કમળ ખીલાવવાનું મન બનાવી લીધું છે.બનાસકાંઠાના લોકોએ હવે મન બનાવી લીધું છે કે આપણે જીલ્લાના રમકડા રમીને રાજયોના લાભો ગુમાવી દઇએ છીએ એટલે આ વખતે ભુલ નથી કરવી તે નક્કી કર્યુ છે. મારી પાસે ખબર આવી છે પણ 8મીએ ખબર પડશે. આ ચૂંટણી તો આગામી 25 વર્ષ આપણા ગુજરાતના કેવા હશે તે નક્કી કરશે. આપણું ગુજરાત વિકસીત બને અને દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં આપણે કયાય પાછા ન પડીએ તેના માટે આ ચૂંટણી છે.

મોદી સાહેબે વિકાસના કામો અંગે જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસના ઘણા કામો થયા છે. છેલ્લા 20 વર્ષ આપે જે જવાબદારી આપી છે તે નિભાવવા કોઇ અઠવાડીયું એવું નથી ગયું કે જ્યારે અમે ગુજરાતના વિકાસના કામોનું નવું ડગલું ન માંડ્યુ હોય. દુનિયા એટલી નાની થઇ ગઇ છે કે લોકો એક છેડે થી બીજા છેડે જવા આતુર છે આતો કોરોના આવ્યો એટલે બધુ અટકી ગયું. બનાસકાંઠાના રણને આપણે તોરણ બનાવી દીધું ત્યા વિકાસની બહુ સંભાવના છે.

2004માં પુર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામજીએ ચિંતા કરી હતી ભારત પાસે ઘણી વિરાસતો છે અને દુનિયામાં ટુરિઝમમા આપણો દેશ 30માં નંબરે હોય તે નિરાશા જનક સ્થિતિ છે તે અંગે ચિંતા કરી હતી. ગુજરાતમાં આપણે પર્યટન સ્થળો વિકસાવ્યા જેમાં રણાબેટ,નડેશ્વરી,રણ, પાટણની વાવ અને કચ્છનું રેગિસ્તાન,માં અંબાનું ધામ વિકસાવ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ઘણા પર્યટક સ્થળ વિકસાવ્યા. ધરોઇથી અંબાજી ઇક્કો ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ.સાયકલ ટુરિઝમ વિકસાવ્યું છે.હવે અંબાજીમાં 51 શક્તિપીઠના દર્શન થઇ શકે છે. કચ્છના રણોત્સવનો લાભ ,પાટણની વાવ જોવા આજે મોટી સંખ્યામાં લોકો આવે છે. બનાસકાંઠા,પાટણ અને કચ્છ જિલ્લામાં પર્યટન વિકસાવ્યું છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, આખી દુનિયામાં પર્યાવરણમાં ભારત આગળ વઘી રહ્યું છે. જે ભારત પર્યાવરણને બગાડશે તેવી વાતો થતી હતી એ ઇમેજ બદલાવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગુજરાત આવનાર દિવસમાં ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવાનું છે. પેટ્રોલ ડીઝલથી ચાલતી કારો ગ્રીન હાઇડ્રોજનથી ચાલે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.પશુપાલનમાં ઘણા કામ કરી રહ્યા છીએ જેમાં પહેલા દૂધના પૈસા મળતા હવે પશુઓના છાળ-મુત્રમાંથી આવક થાય તે માટે બાયોગેસ પર કામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો,પશુપાલકોની આવક વઘે તે દિશામાં કામ થઇ રહ્યુ છે.

દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન પર્યાવરણની મોટી સેવા છે જે બનાસકાંઠાના લોકોએ વાત માની પર્યાવરણની જાળવણી માટે કામ કરી રહ્યા છે. ઉત્તર ગુજરાત પહેલા પાણી માટે વલખા મારતુ હતું ભાજપ સરકારમાં સુજ્જલામ સુફલામ થકી નર્મદા માતાનું પાણી ઘરે ઘરે પહોંચ્યુ છે. પહેલા પાણી માટે આપણી માતા-બહેનોને પાંચ-પાંચ કિ.મી માથે બેડા લઇ જવું પડતું હતું આજે ઘરે જ નળથી પાણી પહોંચાડ્યું છે.

આજના 20-25 વર્ષના જુવાનિયાઓને ખબર નહી હોય કે ભૂતકાળ કેટલું ભંયકર હતું, વડીલોને પૂછજો કે પહેલા કેવી સ્થિતિ હતી. એક સરકાર જયારે સમાજને સમર્પિત હોય,એક સરકાર જ્યારે વિકાસને સમર્પિત હોય,એક સરકાર જયારે સપનાને સંકલ્પ બનાવીને સિદ્ધી મેળવવા દિવસ રાત મહેનત કરે ત્યારે કેવા ઉત્તમ પરિણામ મળે છે તે બનાસકાંઠા અને ગુજરાતની જનતા જુવે છે. કોરોનાની મહામારીમાં 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપવાની વ્યવસ્થા કરી છે.

ગુજરાત અને દેશનો વિકાસ મજબૂત કરવાનો છે અને એના માટે તમારુ સમર્થન જોઇએ છે. બનાસકાંઠા,પાટણ.કચ્છ આખા ક્ષેત્રની મુશીબતો મને ખબર છે અને તેની દરેક સમસ્યા દુર કરવા પ્રયાસ કરીએ છીએ. દિલ્હીમાં તમારો દિકરો તમારા કામ માટે બેઠો છે પણ તમે કામ લો નહી તો હું શું કરુ, કામ કરાવવા કમળ ખીલાવવું પડે અને આ વખતે જિલ્લાના દરેક ઉમેદવારને જંગી મતદાન કરી કમળ ખીલવજો.

આ પણ વાંચો

વિવાદ/ સેનાના ‘અપમાન’ પર વિવાદ થતા ગલવાન નિવેદન મામલે રિચા ચઢ્ઢાએ માફી માંગી

Politics/ રાહુલ ગાંધીએ આ યંગ લેડી ધારાસભ્યને ચુંબન કરતા થયો હોબાળો, ઘણા નેતાઓએ કહ્યું- બંનેના લગ્ન કરવી દો…