Not Set/ 2021 ખૂબ જ શુભ રહેશે, 31 ડિસેમ્બર 2020ની સાંજે જ બની રહ્યા છે આ 3 વિશેષ યોગ

નવા વર્ષનાં આગમનને થોડા દિવસો બાકી છે. 2020 દેશ-દુનિયા માટે અનેક મુસીબતો લાવ્યુ પણ ઘણા શુભ સંયોગો વર્ષ 2020નાં અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરના રોજ બની રહ્યા છે જે આવનાર

Rashifal Dharma & Bhakti
rashi parivartan 2021 ખૂબ જ શુભ રહેશે, 31 ડિસેમ્બર 2020ની સાંજે જ બની રહ્યા છે આ 3 વિશેષ યોગ

નવા વર્ષનાં આગમનને થોડા દિવસો બાકી છે. 2020 દેશ-દુનિયા માટે અનેક મુસીબતો લાવ્યુ પણ ઘણા શુભ સંયોગો વર્ષ 2020નાં અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરના રોજ બની રહ્યા છે જે આવનાર વર્ષનાં સારા મંડાણ કહી શકાય છે. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ 2021 શુભ રહેશે. આવી સ્થિતિમાં તે લોકો માટે ખુશી અને પ્રગતિ લાવશે.

Zodiac Change / બુધ બદલી રહ્યો છે રાશિ, જાણો રાશિ પરિવર્તન કઇ 4 રાશિના જાતકો…

October में बनेंगे 12 स्वार्थ सिद्धि योग, देंगे मनचाहा फल - sarvartha  siddhi yoga dates

લોકો પાસે નવા વર્ષ વિશે એક સવાલ છે. 2021 તેમના માટે કેવું રહેશે ? વર્ષ 2020 ના અંતિમ દિવસે નવા વર્ષની પ્રથમ સવાર સુધી સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિધ્ધિ યોગ સહિતના ઘણા શુભ યોગ બનવા જઇ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, નવા વર્ષની શરૂઆત ખૂબ જ શુભ બની શકે છે. જાણો નવા વર્ષમાં કયા શુભ સંયોગો થઈ રહ્યા છે એટલે કે 2021નું શરુઆત કેવી થઇ રહી છે.

1. અમૃત સિદ્ધિ યોગ

Amrit Siddhi Yoga/ Auspicious Yoga Period/ Muhurat/ Amrit Yoga

અમૃત સિદ્ધિ યોગ કાર્યોની પરિપૂર્ણતા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. 31 ડિસેમ્બર 2020 એટલે કે, વર્ષના અંતિમ દિવસે સવારે 7.49 થી 1 જાન્યુઆરી 2021 સૂર્યોદય સુધી અમૃત સિધ્ધિ યોગ રહેશે. જ્યોતિષીઓના કહેવા મુજબ અમૃત સિદ્ધિ યોગમાં નવા વર્ષની શરૂઆત અત્યંત લાભકારી અને શુભ સાબિત થઈ શકે છે. 

વિદુર નીતિ / મહાત્મા વિદુરની આ 4 વાતો કોરોના કાળમાં બનશે ઉપયોગી…

2. ગુરુ પુષ્પ યોગ

Guru Pushya Yoga | Gurupushyamrut Yoga | Guru Pushya Nakshatra Yoga

વર્ષના અંતે, બીજો સૌથી શુભ સંયોજન ગુરુ પુષ્પ યોગનો બની રહ્યો છે. ગુરુ પુષ્પ યોગ સૂર્ય ભગવાનની ઉપાસના માટે શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ યોગમાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી રોગોથી મુક્તિ મળે છે. આ સાથે ગુરુ પુષ્પ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ ખરાબ કાર્યો પણ સારા થાય છે. ગુરુ પુષ્પ યોગ 1 જાન્યુઆરીનાં સૂર્યોદયથી 7:49 મિનિટ સુધી રહેશે.

dharma / આવો જાણી એ હનુમાન જન્મની અજાણી ગાથા, પૂર્વજન્મમાં કોણ હતા મા…

3. સર્વાર્થ સિધ્ધિ યોગ

Sarvarth Siddhi Yoga

હેપી ન્યૂ યર એટલે કે 2021 ની પૂર્વ સંધ્યાએ સર્વાર્થ સિધ્ધિ યોગની રચના પણ થવા જઇ રહી છે. આ શુભ યોગ 31 ડિસેમ્બરે સૂર્યોદયથી લઈને 1 જાન્યુઆરીએ સૂર્યોદય સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે, આ શુભ સંયોગમાં શુભ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે, સર્વાર્થ સિધ્ધિ યોગમાં માતા લક્ષ્મીના વરદાન વસ્યા છે.

 

આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને અસ્થાયી માન્યતાઓ પર આધારિત છે, જે ફક્ત સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…