democracy/ 21 નિવૃત્ત ન્યાયાધીશોએ CJIને પત્ર લખ્યો, ન્યાયતંત્રને નબળું પાડવાના પ્રયાસો થઈ રહ્યાં છે

પત્રમાં, 21 ન્યાયાધીશોએ લખ્યું છે કે તેઓ ખોટી માહિતી, રણનીતિ અને ન્યાયતંત્ર વિરૂદ્ધ પ્રજાની ભાવનાઓને ભડકાવવાને લઈ ચિંતિત છે. આ અનૈતિક અને…………..

Top Stories India
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 56 21 નિવૃત્ત ન્યાયાધીશોએ CJIને પત્ર લખ્યો, ન્યાયતંત્રને નબળું પાડવાના પ્રયાસો થઈ રહ્યાં છે

New Delhi: 21 નિવૃત્ત જજોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ પત્રમાં નિવૃત્ત ન્યાયાધીશોએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો દ્વારા ન્યાયતંત્રને નબળું પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે કેટલાક જૂથો દબાણ બનાવીને, ખોટી માહિતી ફેલાવીને અને જાહેરમાં અપમાન કરીને ન્યાયતંત્રને નબળું પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે ભેગા મળીને આ અંગે અમારી ચિંતા વ્યક્ત કરીએ છીએ. અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક તત્વો સંકુચિત રાજકીય હિતો અને વ્યક્તિગત લાભને ધ્યાનમાં રાખીને આવી કાર્યવાહી કરી રહ્યા છે. તેઓ આપણી ન્યાયિક વ્યવસ્થામાં લોકોના વિશ્વાસને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પત્રમાં, 21 ન્યાયાધીશોએ લખ્યું છે કે તેઓ ખોટી માહિતી, રણનીતિ અને ન્યાયતંત્ર વિરૂદ્ધ પ્રજાની ભાવનાઓને ભડકાવવાને લઈ ચિંતિત છે. આ અનૈતિક અને આપણી લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો માટે હાનિકારક છે. જો કોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો કોઈના વિચારો સાથે મેળ ખાતા હોય તો તેના ખૂબ જ વખાણ કરવામાં આવે છે. પરંતુ અદાલતના જે નિર્ણયો લોકોના વિચારો સાથે મેળ ખાતા નથી તેની ટીકા કરવામાં આવે છે. આ ન્યાયિક સમીક્ષા અને કાયદાના શાસનને દેશમાં કમજોર કરે છે.

જે જજોએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે, તેમાં સુપ્રીમ કોર્ટના 4 નિવૃત જજ દીપક વર્મા, કૃષ્ણ મુરારી, દિનેશ મહેશ્વરી અને એમ.આર. શાહનો સમાવેશ થાય છે. 17 ભૂતપૂર્વ ન્યાયાધીશો છે જેઓ અલગ-અલગ હાઈકોર્ટમાં કાર્યરત છે. આ લોકોમાં એસએમ સોની, અંબાદાસ જોશી, પ્રમોદ કોહલી, એસએન ઢીંગરા, આરકે ગૌબા, જ્ઞાન પ્રકાશ મિત્તલ, રઘુવેન્દ્ર સિંહ રાઠોડ, અજીત ભરિહોકે, રમેશ કુમાર મેરુતિયા, રાકેશ સક્સેના, કરમચંદ પુરી અને નરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. હાઈકોર્ટના અન્ય ભૂતપૂર્વ ન્યાયાધીશોમાં એસએન શ્રીવાસ્તવ, રાજેશ કુમાર, પીએન રવિેન્દ્રન, લોકપાલ સિંહ અને રાજીવ લોચનનો સમાવેશ થાય છે. આ ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપ આજે PM મોદીની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

આ પણ વાંચો:ડિફેન્સ અટાચી, કેવી રીતે ભારત વિશ્વમાં ડંકો વગાડશે?

આ પણ વાંચો:અમિત શાહની રેલીમાં ભાજપ તાકાત બતાવશે, કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પ્રવાસ નક્કી થવાનો બાકી