કર્ણાટક ચૂંટણી/ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે 224 બેઠકો પર મતદાન થશે, ગોવામાં મળશે પેઇડ હોલીડે

કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી પ્રચારનો અંત આવી ગયો છે. આવતીકાલે 224 બેઠકો પર મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે.

Top Stories India
Karnataka Election Basavraj કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે 224 બેઠકો પર મતદાન થશે, ગોવામાં મળશે પેઇડ હોલીડે

કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે Karnataka Election-Voting જોરશોરથી પ્રચારનો અંત આવી ગયો છે. આવતીકાલે 224 બેઠકો પર મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે. આ ચૂંટણીમાં ભાજપે સત્તા જાળવી રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે જ્યારે કોંગ્રેસે ફરીથી સત્તાધીશ થવા પ્રયત્નશીલ છે. રાજ્યની ત્રીજા સૌથી મોટા દળ જેડીએસે પણ મતદારોને રીઝવવા માટે તમામ તાકાત લગાવી દીધી છે.

224 સભ્યોની કર્ણાટક વિધાનસભા માટેના પ્રચાર દરમિયાન તમામ Karnataka Election-Voting રાજકીય પક્ષોના નેતાઓએ લોકોને અપીલ કરી હતી કે તેઓ ચૂંટણીમાં બહુમતી આપે જેથી તેમની પાર્ટી મજબૂત અને સ્થિર સરકાર બનાવી શકે. કર્ણાટકમાં મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો દ્વારા અપીલ કરી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે મતદાન લોકતંત્રમાં જનભાગીદારી સુનિશ્ચિત કરે છે અને તેથી વધુને વધુ લોકો મતદાન કરે તથા લોકશાહીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરે.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ગોવામાં ભાજપની Karnataka Election-Voting આગેવાની હેઠળની સરકારે 10 મેને પેઇડ રજા તરીકે જાહેર કરી છે, જેમાં ખાનગી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે, પ્રમોદ સાવંતના નેતૃત્વવાળી સરકારના આ નિર્ણયથી વિપક્ષી પાર્ટીઓ અને ઔદ્યોગિક એકમો ખુશ નથી. 224 વિધાનસભા મતવિસ્તારોમાં 58,282 મતદાન મથકો બનાવવામાં આવશે. 50% મતદાન મથકો પર વેબકાસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે. મહિલા અધિકારીઓ 1320 મતદાન મથકોનું સંચાલન કરશે.

પીએમ મોદીએ વોટિંગ પહેલા આ અપીલ કરી હતી
કર્ણાટકમાં મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો દ્વારા Karnataka Election-Voting અપીલ કરી છે. આ વીડિયોમાં પીએમ મોદીએ અપીલ કરી છે.લોકોએ કર્ણાટકમાં ડબલ એન્જિન સરકારના ત્રણ વર્ષ જોયા છે. પીએમે કહ્યું કે કોરોના જેવી મહામારી હોવા છતાં કર્ણાટકમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન વાર્ષિક 90 હજાર કરોડનું વિદેશી રોકાણ આવ્યું, જ્યારે અગાઉની સરકાર દરમિયાન આ આંકડો માત્ર 30 હજાર કરોડ હતો. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ તેમના સમર્થકો સાથે હુબલીના વિજય નગરમાં આવેલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.

 

આ પણ વાંચોઃ Newyork Times-Pulitzer/ ન્યૂયોર્ક ટાઇમ્સ અને વોલસ્ટ્રીટ જર્નલને પુલિત્ઝર પ્રાઇસ

આ પણ વાંચોઃ દુર્ઘટના/ ખરગોનમાં બ્રિજ પરથી નીચે પડી મુસાફરોથી ભરેલી બસ, 15ના મોત

આ પણ વાંચોઃ Supreme Court-ED/ “એક વ્યક્તિ ના હોય તો એજન્સી બિનઅસરકારક બની જાય” સુપ્રીમ કોર્ટના ઇડીના વડાના હોદ્દાની મુદત અંગે સરકાર પર ચાબખા