રાજકોટ/ 23 ઈલેકટ્રીક બસનું લોકાર્પણ તો કરાયું, પણ દોડશે માત્ર 16 બસ

શહેરની ટ્રાફીકની ગીચતા અને રસ્તાની પહોળાઈને ધ્યાનમાં રાખી 9 મીટરની મીડી ઈલેકટ્રીક બસ જે સંપૂર્ણ વાર્તાનુકુલીત અને સીસીટીવીથી સજ્જ રહેશે

Gujarat Rajkot
Untitled 219 23 ઈલેકટ્રીક બસનું લોકાર્પણ તો કરાયું, પણ દોડશે માત્ર 16 બસ

રાજકોટના રાજમાર્ગો પર હવે ઈલેકટ્રીક બસ દોડતી નજરે પડશે. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે જન આશિર્વાદયાત્રા પૂર્ણ કર્યા બાદ 23 ઈલેકટ્રીક બસનું વિધિવત લોકાર્પણ ર્ક્યું હતું. જો કે ચાર્જીંગ સ્ટેશનની અક્ષમતાના કારણે પ્રથમ તબક્કામાં કાલ સવારથી બીઆરટીએસ રૂટ પર માત્ર 16 જ બસ દોડાવવામાં આવશે. વધુ ચાર્જીંગ પોઈન્ટનું કામ પૂર્ણ થયા બાદ બાકીની 7 બસ દોડતી થઈ જશે. સૌથી મહત્વની વાત એ છે કે, પ્રથમવાર આંતરિક પરિવહનની સુવિધા પણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા રાજકોટમાં 50 ઈલેકટ્રીક બસ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ તબક્કે મહાપાલિકા દ્વારા 23 ઈલેકટ્રીક બસની ખરીદી કરવામાં આવી છે. જેનું આજે બપોરે કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઈલેકટ્રીક બસની બેટરી ચાર્જ કરવા માટે અમુલ સર્કલ પાસે ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે પરંતુ હાલ આ ચાર્જીંગ સ્ટેશનમાં માત્ર 16 જ બસ ચાર્જીંગ થઈ શકે તેવી વ્યવસ્થા હોવાના કારણે આજે 23 બસનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હોવા છતાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી માધાપર ચોકડીથી થઈ ગોંડલ ચોકડી સુધીના બીઆરટીએસ રૂટ પર માત્ર 16 બસ જ દોડાવવામાં આવશે.

આ પણ વાંચો ;રાજકોટ / યુપીએસસી પરીક્ષા અંતર્ગત જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયું

શહેરની ટ્રાફીકની ગીચતા અને રસ્તાની પહોળાઈને ધ્યાનમાં રાખી 9 મીટરની મીડી ઈલેકટ્રીક બસ જે સંપૂર્ણ વાર્તાનુકુલીત અને સીસીટીવીથી સજ્જ રહેશે. મુસાફરો માટે બસમાં કુલ 27 સીટો રાખવામાં આવી છે. મનોરંજન માટે એફએમ રેડીયો સુવિધા, જીપીએસ ટ્રેકિંગ સીસ્ટમની સુવિધા, બસની અંદર-બહારની બાજુમાં કેમેરા, ઓટોમેટીક પ્રવેશ દ્વાર અને ઈમરજન્સી એક્ઝિટની સુવિધા, પબ્લીક એનાઉસ અને ઈન્ફોર્મેશન સીસ્ટમ, કલરફૂલ ઈન્ટીરીયર સહિતની સુવિધાઓ છે. કંપની દ્વારા 25 ઈલેકટ્રીક બસ સપ્લાય કરવામાં આવી છે. જે પૈકી 23 ઈલેકટ્રીક બસનું થર્ડપાર્ટી ઈન્પેકશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં કાલથી 16 ઈલેકટ્રીક બસ બીઆરટીએસ રૂપ પર ચલાવવામાં આવશે.

આજે બપોરે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે 23 ઈલેકટ્રીક બસનું લોકાર્પણ કરવા ઉપરાંત પૃથ્વીરાજ ચૌહાણ પ્રા.શાળા નં.48ના નવનિર્મિત બીલ્ડીંગનું લોકાર્પણ, ઈડબલ્યુએસ-1 અને એમઆઈજી-1 આવાસની ફાળવણીનો ડ્રો પણ યોજાયો હતો.

આ પણ વાંચો ;અમેરિકાને મોટો ફટકો / ચીન નજીક દરિયામાં પરમાણુ સબમરીનનો રહસ્યમય અકસ્માત થતા, 11 ખલાસીઓ ઘાયલ થયા