Not Set/ દાદરા નગર હવેલી : શાળામાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની એક શાળામાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓનો કથિત વિડીયો વાયરલ થયો હોવાની વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ, ટોકરખાડા ગામની સરકારી શાળાના પરિસરમાં ગણવેશ અને દફતર સાથે જ દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ નજરે ચડે છે. જણાવી દઈએ  કે, દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી દારૂબંધી નથી. શાળાના પરિસરમાં જ […]

Top Stories Gujarat Others
VLS Student દાદરા નગર હવેલી : શાળામાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની એક શાળામાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓનો કથિત વિડીયો વાયરલ થયો હોવાની વિગતો સામે આવી છે.

મળતી માહિતી મુજબ, ટોકરખાડા ગામની સરકારી શાળાના પરિસરમાં ગણવેશ અને દફતર સાથે જ દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ નજરે ચડે છે. જણાવી દઈએ  કે, દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી દારૂબંધી નથી.

VLS Student 2 દાદરા નગર હવેલી : શાળામાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ
mantavyanews.com

શાળાના પરિસરમાં જ દારૂ પાર્ટી માણતા વિદ્યાર્થીઓ સમાજ માટે ચિંતાનો વિષય છે. વાલીઓના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ સુધી આવી નશીલી વસ્તુઓ કેવી રીતે પહોંચી એ તપાસનો વિષય છે.

વિદ્યાર્થીઓને આવી વસ્તુના રવાડે ચડાવવાનું કામ કોણ કરી રહ્યું છે, એ પણ તપાસનો વિષય છે. અને જવાબદાર વ્યક્તિ સામે કઠોર પગલાં લેવા જોઈએ અને આવી બદીને ડામવા માટે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ.