Not Set/ 28 નવા કેસ સાથે વડોદરામાં કોરોના સંક્રમિતોનો આંક 1000 ને પાર…

ગુજરાતભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ ગગન ચૂંબી ઉછાળા સાથે આગળ વઘી રહ્યું છે રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસ 15000ને પણ પાર થઇ ચૂક્યા છે, ત્યાર ફરી વડોદરામાં કોરોના વિસ્ફોટ સામે આવ્યો છે. વડોદરામાં અધધધ 28  નવા પોઝિટિવ કેસ સામે આવતા વડોદરાનો કોરોના સંક્રમિતોનો કુલ આંક એક હજારને પાર કરી ગયો છે.  […]

Gujarat Vadodara
7cbd08589ae97c7eec6cce0ae871407e 28 નવા કેસ સાથે વડોદરામાં કોરોના સંક્રમિતોનો આંક 1000 ને પાર...

ગુજરાતભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ ગગન ચૂંબી ઉછાળા સાથે આગળ વઘી રહ્યું છે રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસ 15000ને પણ પાર થઇ ચૂક્યા છે, ત્યાર ફરી વડોદરામાં કોરોના વિસ્ફોટ સામે આવ્યો છે. વડોદરામાં અધધધ 28  નવા પોઝિટિવ કેસ સામે આવતા વડોદરાનો કોરોના સંક્રમિતોનો કુલ આંક એક હજારને પાર કરી ગયો છે. 

વડોદરામાં આજે કોરોના પોઝિટિવના નવા 28 કેસ આવ્યા છે. અને વડોદરાનો સંક્રમિતોનો કુલ આંક 1023 પર પહોંચ્યો છે. પુર્વ બાદ પશ્ચિમ વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાનું નોંધવામાં આવી રહ્યું છે ત્યારે લોકોમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. શહેરનાં પોશ એરિયા અલકાપુરીમાં કોરોનાનો પણ પગ પેસારો થઇ ચૂક્યો હોવાની વિગતો સામે આવતા તંત્ર સહિત લોકોની પણ ચિંતામાં વધારો જોવામાં આવી રહ્યો છે. 

અલકાપુરીમાં રહેતાં તબીબને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વિગતોથી ભારે ગરમાવો ફેલાયો હોવાનુ સામે આવી રહ્યું છે. તમામ હકીકતોની સાથે સાથે આજે વડોદરાનાં 13 દર્દીઓ કોરોનાથી સાજા થયાં હોય તેમને રજા આપતા 13 લોકોએ કોરોનાને મહાત આપી છે. કોરોના સામે જંગ જીતી જનારની દર્દીઓનો આંક 591 થયો છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….