Not Set/ જૂનાગઢ મનપા ચૂંટણીમાં “નિરવ મોદી”નું ઉમેદવારી ફોર્મ કેમ થયું રદ્દ??

જૂનાગઢ મહાપાલિકાનો ચૂંટણી જંગ બરોબર જામ્યો છે. ત્રીપાંખીયા જંગ જેવી આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને એનસીપી ત્રણે પક્ષો મેદાનમાં છે ત્યારે કોંગ્રેસમાં એક તરફ નેતાઓની નારાજગી છે તો બીજી તરફ કોંગ્રેસ માટે આ અસ્તિત્વનો જંગ છે. જૂનાગઢ કોંગ્રેસમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ  ભડકો થયો છે. તો બીજી તરફ ભાજપમાં જીતનો આશાવાદ વધુ જોરમાં છે. તમામ વાદ […]

Top Stories Rajkot Gujarat Others Politics
jun જૂનાગઢ મનપા ચૂંટણીમાં "નિરવ મોદી"નું ઉમેદવારી ફોર્મ કેમ થયું રદ્દ??

જૂનાગઢ મહાપાલિકાનો ચૂંટણી જંગ બરોબર જામ્યો છે. ત્રીપાંખીયા જંગ જેવી આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને એનસીપી ત્રણે પક્ષો મેદાનમાં છે ત્યારે કોંગ્રેસમાં એક તરફ નેતાઓની નારાજગી છે તો બીજી તરફ કોંગ્રેસ માટે આ અસ્તિત્વનો જંગ છે. જૂનાગઢ કોંગ્રેસમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ  ભડકો થયો છે. તો બીજી તરફ ભાજપમાં જીતનો આશાવાદ વધુ જોરમાં છે. તમામ વાદ વિવાદ વચ્ચે ચૂંટણી પૂર્વે ઉમેદવારોનાં નામાંકન પત્રો રદ્દ થતા પણ ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

jun1 જૂનાગઢ મનપા ચૂંટણીમાં "નિરવ મોદી"નું ઉમેદવારી ફોર્મ કેમ થયું રદ્દ??

તમામ રાજકીય ગતીવિધીમાં “નિરવ મોદી”નું ઉમેદવારી પત્ર રદ્દ થયાનાં સમાચારે ભારે ચર્ચા અને કુતુહાલ જગાવ્યો હતો. નિરવ મોદી નામ સાંભળતા જ આજ કાલ તો એક જ ચહેરો સામાન્ય ભારતીયની આંખે તરી આવે અને એ PNBને ચૂનો લગાવી ભાગી ગયેલા ભાગેળું નિરવ મોદીનો. પણ તેને અને જૂનાગઢની ચૂંટણીને શું નીસબત, કોણ છે આ નિરવ મોદી? જી નહી એ તે ભાગેળું મોદી નહીં પણ કોંગ્રેસનાં જૂનાગઢ મનપાનાં વોર્ડ નંબર 10નાં ઉમેદવાર નિરવ મોદી. અને નિરવ મોદીનું ફોર્મ રદ થવાનું કારણ પણ એવું જ મજેદાર છે. નિરવ મોદીનાં સ્પોન્સરે જ નિરવ મોદીને આપેલો ટેકો પરત ખેંચી લેતા ચૂંટણી લડ્યા પહેલા જ કોંગ્રેસનાં નિરવ મોદી વોર્ડ નંબર 10ની લડાઇમાંથી બહાર ફેંકાઇ ગયા હતા અને કહી શકાય કે કોંગ્રેસ લડ્યા પહેલા પરાસ્ત થઇ ગઇ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.