Covid-19/ 285 નવા કેસ અને એક મોત સાથે કોરોનાની નાબુદી તરફ આગેકુચ

ગુજરાતમાં કોરોના હવે નામશેષ કહી શકાય તેવા રોજીંદા આંકડા પર આવી પહોંચ્યો છે. સારી વાત એ પણ છે કે, ગુજરાતમાં રસીકરણ પણ એટલી જ ઝડપ ભેર આગળ વધી રહ્યું છે. 

Top Stories Gujarat Others
1

ગુજરાતમાં કોરોના હવે નામશેષ કહી શકાય તેવા રોજીંદા આંકડા પર આવી પહોંચ્યો છે. સારી વાત એ પણ છે કે, ગુજરાતમાં રસીકરણ પણ એટલી જ ઝડપ ભેર આગળ વધી રહ્યું છે. કોરોના ગુજરાતમાં સુવ્યવસ્થિત રીતે કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. જો કે, પાછલા બે-ત્રણ દિવસની સરખામણીએ કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યામાં વધારાનો ટ્રેન્ડ જોવામાં આવ્યો છે, પરંતુ વધારો સામાન્ય છે આવુ કહી શકાય તેમ છે. બાકી તો  દુનિયામાં કોરોનાનાં ખડભડાટ વચ્ચે ગુજરાતમાં ધીમે પણ મક્કમતા સાથેનાં કોરોના મામલે સતત સારી પરિસ્થિતિ નોંધવામા આવી રહી છે. ગુજરાતમાં કોરોના નામશેષની દિશામાં અગળ વધતો જોવામાં આવી રહ્યો છે.

 કોરોના નવા કેસની સંખ્યા 285 – મૃત્યુ આંક 01

ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં એટલે કે સોમવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 285 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 01 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

આટલા લોકોને અત્યાર સુધીમાં મળી રસી

રાજયમાં કોરોના ર‍રસીકરણ ગત તારીખ 16 જાન્યુઆરી 2021 થી આરાંભ કરાવામાં આવ્યું.  આજની તારીખે કુલ‍ 684 કેન્દ્રો પર 40550 વ્યક્તિઓેને કોરોનાની રસી આપવામાં આવી છે. આજનાં આંક સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 392454 વ્યક્તિઓેને રસીકરણ‍ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીની આડઅસરો જોવા મળી નથી.

આટલા દર્દી સાજા થયા

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  422 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 254531 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 3203 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 3203 એકટિવ  કેસમાંથી 29 વેન્ટીલેટર પર છે, જ્યારે 3174 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.

કોરનાનો કુલ આંકડો રહ્યો આટલો

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 285 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 2,62,123 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 01 લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4389 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

રાજ્યનો આ છે રીકવરી રેટ

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ‍રાજયભર‍માંથી‍ આજે 422 દદીઓ સાજા થઇ ઘર ફરતા રાજ્યનો રીકવરી રેટ 97.10 થયો છે.  રાજયભરમાં અત્યાર સુધીમરાં આરોગ્ય વિભગનાં સઘન પ્રયાસોને લીધ 254531 દદીઓ‍એ‍ કોરોનાને ‍મ્હાત‍ આપી છે.‍

આહીં ક્લિક કરી તમે વાંચી શકો છે ગુજરાત સરકાર દ્વારા રોજેરોજ બહાર પાડવામાં આવતું કોરોના બુલેટીન પણ –  Press Brief 02.02.2021

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…