Not Set/ જવાબદારવેપારી/ જાણો ક્યા શહેરમાં વેપારીઓ દ્વારા 11 વાગ્યા પછી સ્વયંભૂ બંધ પાળી લોકડાઉનનું ચુસ્ત પાલન

કોરોનાના કહેરના કારણે અડધાથી ઉપરનું વિશ્વ ઘરમાં બંધ થવા મજબૂર છે, કોરોનાનો તોડ માત્ર એજ છે કે, સંપર્ક ટાળો – ઘરમાં રહો – જવાબદારી સાથે વર્તો. બસ આવી જ સ્વયંભૂ જવાબદારી દેખાડી છે ગુજરાતનાં એક જીલ્લાનાં વેપારી વર્ગે. કડક અમલ કરાવવો અને સ્વયંભૂ રીતે જવાબદારીથી વર્તવું બનેમાં હાથી – ઘોડાનો ફેર છે. સમજદારી કોરોનાને માત […]

Gujarat Others
e61b336cecf54a1d12843c8a351c9b70 1 જવાબદારવેપારી/ જાણો ક્યા શહેરમાં વેપારીઓ દ્વારા 11 વાગ્યા પછી સ્વયંભૂ બંધ પાળી લોકડાઉનનું ચુસ્ત પાલન

કોરોનાના કહેરના કારણે અડધાથી ઉપરનું વિશ્વ ઘરમાં બંધ થવા મજબૂર છે, કોરોનાનો તોડ માત્ર એજ છે કે, સંપર્ક ટાળો – ઘરમાં રહો – જવાબદારી સાથે વર્તો. બસ આવી જ સ્વયંભૂ જવાબદારી દેખાડી છે ગુજરાતનાં એક જીલ્લાનાં વેપારી વર્ગે. કડક અમલ કરાવવો અને સ્વયંભૂ રીતે જવાબદારીથી વર્તવું બનેમાં હાથી – ઘોડાનો ફેર છે. સમજદારી કોરોનાને માત આપવા માટે બીલકુલ સશક્ત છે કારણે કે સમજદારી દ્વારા સંયમ અંકુરીત થાય છે. અને સયંમનું બીજુ નામ જીત છે. જી હા આવો જ સયંમ દાખવવાની સ્વયંભૂ હિમત બતાવી છે ગુજરાતનાં મહેસાણા જીલ્લાનાં વેપારીઓએ.

મહેસાણાના વિજાપુર સહિતના શહેરોનાં વેપારી એસોસિએશન દ્વારા સવારે 11 વાગ્યા પછી સ્વયંમભૂ રીતે દુકાનો બંધ રાખી લોકડાઉનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. વિજાપુરમાં 11 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લા રખાઈ રહી છે અને બાદમાં સ્વયંમ શિસ્ત સાથે વેપારીઓ જવાબદારી પૂર્વક વર્તી દુકાનો વધાવી લે છે. વિજાપુરમાં મેડીકલ સ્ટોર અને દવાખાના સિવાય, તમામ બજારો બંધ જોવા મળી રહી છે. મહેસાણાનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવવા વિજાપુર શહેરમાં ચા ની હોટલ કે સલૂન જેવી દુકાનો સ્વંયમ બંધ રાખવામાં આવી રહી છે. 

વિજાપુર શહેર તથા ગામ્ય વિસ્તારમાં લોકોમાં લોકડાઉન નું ચુસ્તપાલન કરાઈ રહ્યુ હોવાનું સામે આવી રહ્યું છે. લોકો દ્વારા વહેલી સવારે સોસિયલ ડિસ્ટનનું પાલન કરી ખરીદી કરતા જોવા મળી છે. વિજાપુરનું બજાર 11 વાગ્યા પછી બંધ જોવામાં આવે છે. તમામ દુકાલો સ્વંયમ બંધ રાખી કોરોનાની મહામારીને રોકવા કટિબદ્ધ રીતે પાલન કરાઈ રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન