Not Set/ સૌરાષ્ટ્રભરમાં અત્ર, તત્ર, સર્વત્ર વરસાદ, 1 થી12 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી

ગુજરાતભર માટે ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે. અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે પવન પણ ચાલશે તેવી તંત્રની આગાહીની સાથે સાથે જ મેધો સર્વત્ર મન મુકીને વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદી માહોલ સાથે 1થી 12 ઈંચ વરસાદ પડયો છે. રાજકોટ, હળવદ, મોરબી, ટંકારા, વિંછીયા સહિતના વિસ્તારોમાં ધોધમાર 2 થી  12 ઈંચ વરસાદ વરસ્યો છે. […]

Top Stories Gujarat Others
rain8 સૌરાષ્ટ્રભરમાં અત્ર, તત્ર, સર્વત્ર વરસાદ, 1 થી12 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી

ગુજરાતભર માટે ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે. અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે પવન પણ ચાલશે તેવી તંત્રની આગાહીની સાથે સાથે જ મેધો સર્વત્ર મન મુકીને વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદી માહોલ સાથે 1થી 12 ઈંચ વરસાદ પડયો છે. રાજકોટ, હળવદ, મોરબી, ટંકારા, વિંછીયા સહિતના વિસ્તારોમાં ધોધમાર 2 થી  12 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટમાં પાછલા 24 કલાકમાં 12 ઈંચ પાણી પડી ગયું હતું. તો રાજકોટનાં વિછીયામાં 5.5, કોટડાસાંગાણીમાં 4, જસદણમાં 3 ઈંચ, ગોંડલ અને આસપાસમાં 5.5 ઈંચ વરસાદ પડયો હતો. હળવદમા 5 ઈંચ, મોરબી- ટંકારામાં સવા 4 ઈંચ, માળીયામાં પોણા 2 ઈંચ, તેમજ વાંકાનેરમા 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

rain2 1 સૌરાષ્ટ્રભરમાં અત્ર, તત્ર, સર્વત્ર વરસાદ, 1 થી12 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

રાજકોટ શહેર અને આસપાસનાં વિસ્તારોમાં મેધો ગઇ કાલથી અવિરત વરસી રહ્યો છે ત્યારે રાત્રે પણ આખી રાત ધૂંવાધાર બેંટીગ કરતો જોવામા આવ્યો છે. હજુ પણ જોરદાર વરસાદ ચાલુ જ છે. વરસાદને પગલે શહેરમાં પાણીની સ્થિતિ ઉપર તંત્રની નજર છે. અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. પોપરપરા નાળુ ગઈકાલે સાંજથી બંધ હાલતમાં છે. તે લક્ષ્મી નગર નાળુ ગઈકાલે સાંજથી પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.

પોપટપરા સહિતની 8 સોસાયટી નો સંપર્ક તૂટી ગયો

ભારે અને અવિરત વરસાદનાં પગલે  શહેરના રેલનગર પોપટપરાનો સંપર્ક તૂટી ગયો છે. પોપટપરા, રેલનગર અન્ડર બ્રિજ પાણીથી ભરાય જતા સંપર્ક વિહોણા બન્યા છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રેલનગરની સાંઈબાબા, દ્વારકેશ, સોસાયટીમાં પાણી ભરાય ગયા છે. ત્યારે મુખ્યમંત્રી આવાસ યોજનાની 8 સોસાયટીઓ શહેરથી વિખુટા પડી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે.

જીલ્લામાં રજા શૌક્ષણીક જાહેર

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે રજા જાહેર કરી દેવામાં આવી છે. DPEO દ્વારા તકેદારી અને સુરક્ષાનાં પગલે લોધિકા, વીંછીયા, પડધરી, ગોંડલ સહિત સમગ્ર જીલ્લા રજા જાહેર કરવામા આવી છે. તો કોટડાસાંગાણી, જસદણની અનેક સરકારી અને ખાનગી શાળામાં પણ રજા જાહેર કરી દેવાઇ છે.

જુનાગઢ અને કેશોદમાં મેઘરાજાની જોરશોરથી

જુનાગઢ અને કેશોદમાં મેઘરાજાની જોરશોર ઇનીંગ સાથે 24 કલાકમાં ખુબ સારો વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. કેશોદની મુખ્ય બજારોમાં ભરાયા છે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ હોવાનાં પગલે પાણી પાણી જોવામાં આવી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળો અત્યારે પણ આકાશ પર છવાયેલા જોવામા આવી રહ્યા છે. ત્યારે ભારે વરસાદની ભીંતીથી તંત્ર સાબદુ થયું છે.

સુરેન્દ્રનગર અને આસપાસમાં તોફાની ઇનીંગ

સુરેન્દ્રનગર અને આસપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદનાં પગલે સૌકા ગામને જોડતા નાળામાં ભરાયા પાણી ભરાય ગયા છે ત્યારે વરસાદી પાણી ભરાય જતા સૌકા, લાલીયાદ, લીયાદ ગામ સંપર્ક વિહોણું થયું છે.

નાયકા ડેમ ઓવરફોલ, ધોળીધજા ડેમમા પાણીના આવકમાં વધારો

સુરેન્દ્રનગરનો નાયકા ડેમ ઓવરફોલ થયો છે. નાયકા ડેમનાે 20 દરવાજા 1 ફુટ જેટલા ખોલાયા છે. ડેમની સપાટીમાં વધારો થતા તકેદારીનાં ભાગ રૂપે પટીયા ખોલી દેવામાં આવ્યા છે. નાયકા ડેમ ઓવરફોલ થતા ધોળીધજા ડેમમા પાણીના આવકમાં વધારો જોવામા આવી રહ્યો હોવાથી જિલ્લાના કેટલાક વિસ્તારોને કરાયા એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

rain1 1 સૌરાષ્ટ્રભરમાં અત્ર, તત્ર, સર્વત્ર વરસાદ, 1 થી12 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી

મોરબી હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ

મોરબી માટે હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે. મોરબીમાં જિલ્લામાં 4 થી 8 ઇંચ વરસાદ ખાબકતા, જિ. કલેક્ટર દ્વારા અધિકારીઓની બોલાવી તાકીદ બેઠક યોજવામાં આવી હતી. અને જરૂર પડ્યે સ્થાળાતર કરવા અંગે સમીક્ષા પણ કરવામાં આવી રાત્રીના 8 વાગ્યા પછી વરસાદનું જોર વધ્યું છે. ત્યારે શાળા કોલેજોમા રજા જાહેર કરાઇ ચે અને 1 NDRF ની ટીમ તૈનાત કરવામા આવી.

ભાવનગરનાં વલભીપુરમાં રાત્રે 8 ઇંચ વરસાદ

ભાવનગરનાં વલભીપુરમાં રાત્રે 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલભીપુરના ચમારડી ગામ નજીક હાઇવે બંધ થયો છે. નદીમાં આવેલા પાણીના પગલે રસ્તો બંધ કરી દોવામા આવ્યો છે. ત્રણ કાચા મકાનો વલભીપુરમાં ધરાશાયી થયા હોવાનું સામે આવી રહ્યું છે. મકાન ધરાશાયીમાં કોઈ જાનહાની નહિ હોવાથી તંત્ર માટે રાહતના સમાચાર છે. તો મેધાએ વહેલી સવારથી  વિરામ જાહેર કર્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.