Not Set/ અમદાવાદ સિવિલના 29 ડૉકટરો કોરોના સંક્રિમત,તમામ તબીબો હોમ આઇસોલેટ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર  રવિવારે  6000થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે

Top Stories Gujarat
civil અમદાવાદ સિવિલના 29 ડૉકટરો કોરોના સંક્રિમત,તમામ તબીબો હોમ આઇસોલેટ

અમદાવાદ સિવિલના 29 ડોકટરોને કોરોના
અસારવા સિવિલના 22 તબીબોને કોરોના
સોલા સિવિલના 7 તબીબોને કોરોના પોઝીટીવ
તમામ 29 તબીબોને સારવાર
તમામ તબીબો હોમ આઇસોલેટ
ખાનગી હોસ્પિટલના તબીબો પણ કોરોના પોઝિટિવ

વિશ્વમાં કોરોનાએ કહેર મચાવ્યો છે,સમગ્ર દુનિયા કોરોનાથી પ્રભાવિત જોવા મળી રહી છે, ત્યારે ભારત દેશ પણ તેનાથી બાકાત નથી,અને ગુજરાતમાં પણ સતત કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સેલેબ્સ સહિત અનેક  લોકો કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના 29 ડોકટરો કોરોના સંક્રમિત થયા હોવાની પુષ્ટી થઇ છે. અસારવા સિવિલના 22 ડોકટરો અને સોલા સિવિલના 7 તબીબો કોરોના સંક્રમિત થયા છે. આ તમામ તબીબો હાલ સારવાર હેઠળ છે.હાલ ડોક્ટરો હોમ આઇસોલેટ થઇ ગયા છે, આ ઉપરાંત ખાનગી હોસ્પિટલના તબીબો પણ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર  રવિવારે  6000થી વધુ કેસ નોંધાય છે. જ્યારે અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  કોરોનાના 6275 કેસ નોંધાય છે.  જેમાં અમદાવાદ તો ફરી એકવાર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યમાં નોંધાયેલા કેસમાંથી લગભગ અડધા કેસ માત્ર અમદાવાદ ખાતે નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 2487 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 1263 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 27913 છે. રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.  રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,58,714 પહોંચ્યો  છે.  તો  રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,24,163 છે. રાજ્યમાં ઓમિક્રોનના એક પણ કેસ નોંધાયા નથી.