અકસ્માત/ હળવદમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત,બે ઇજાગ્રસ્ત

હળવદના નવા ધનાળાના પાટીયા નજીક અકસ્માત થયો છે. અકસ્માતમા ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે

Top Stories Gujarat
accident 1 હળવદમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત,બે ઇજાગ્રસ્ત

હળવદમાં સર્જાયો ગોજારો અકસ્માત
નવા ધનાળાના પાટીયા નજીક અકસ્માત
અકસ્માતમાં 3 લોકોના મોત, બે ઘાયલ
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા

હળવદના નવા ધનાળાના પાટીયા નજીક અકસ્માત થયો છે. અકસ્માતમા ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાપર તાલુકાના દેસલપર ગામના વ્યક્તિઓ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતક તેમજ ઘાયલ વ્યક્તિઓને હળવદ સરકારી હોસ્પિટલે લાવવામા આવ્યા છે. કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે.

આ અકસ્માતની જાણ થતાં પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવની કામગીરી હાથ ધરી છે, હાલ પોલીસ મૃતકોની ઓળખ કરી રહી છે,અક્સમાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.