અકસ્માત/ પાટણમાં રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત,એકની હાલત ગંભીર

આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ધડાકેભર રિક્ષા ડમ્પર સાથે ટકરાઇ હતી, રિક્ષામાં સવાર 3 લોકોના  અકસ્માત થયા છે અને એકની હાલત અતિ ગંભીર છે

Top Stories Gujarat
115 પાટણમાં રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત,એકની હાલત ગંભીર
  • પાટણ: રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત
  • રિક્ષામાં સવાર ત્રણ લોકોના મોત, એક ઇજાગ્રસ્ત
  • રાધનપુર-ભાભર રોડ પર સર્જાયો અકસ્માત

ગુજરાતમાં અકસ્માતના કેસો ખુબ વધી રહ્યા છે, ટ્રાફિકના નિયમોને નેવે મુકીને લોકો વાહન હંકારી રહ્યા છે જેના લીધે અકસ્માતો ખુબ વધી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પાટણ માં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકોના મોત થયા છે અને એક ઇજાગ્રસ્ત થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ,આ અકસ્માત રાધનપુર-ભામર રોડ પર સર્જોય હતો,અઅકસ્માત સર્જાતા આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી,પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ધડાકેભર રિક્ષા ડમ્પર સાથે ટકરાઇ હતી, રિક્ષામાં સવાર 3 લોકોના  અકસ્માત થયા છે અને એકની હાલત અતિ ગંભીર છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.