Cricket/ વિરાટ કોહલી T-20માં ઓપનિંગ કરશે? આ દિગ્ગજે આપ્યો જવાબ

રાહુલે સ્વીકાર્યું કે એશિયા કપમાં ટીમે ભૂલો કરી હતી, જેના કારણે તેને વહેલા બહાર થવું પડ્યું હતું. જો કે, ભારતીય વાઇસ કેપ્ટને કહ્યું કે ટીમ જાણે છે કે શું ખોટું થયું છે અને તે…

Trending Sports
India vs Australia Match

India vs Australia Match: ટીમ ઈન્ડિયા મંગળવાર (20 સપ્ટેમ્બર)થી મોહાલીમાં શરૂ થઈ રહેલી 3 મેચની T20 સિરીઝમાં વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાવા માટે તૈયાર છે. UAEમાં એશિયા કપ 2022 ના નિષ્ફળતા બાદ ટીમનું આ પ્રથમ અસાઇનમેન્ટ હશે. આ દ્વિપક્ષીય સિરીઝ બહુપ્રતિક્ષિત T20 વર્લ્ડ કપ પહેલા ‘મેન ઇન બ્લુ’ માટે તાલીમ જેવી બનવા જઈ રહી છે. જોકે, આમાં સૌથી વધુ ચર્ચા કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડના પ્રયોગો પર થઈ રહી છે. આ વખતે આ જોડી ઓપનિંગ, બોલિંગ અને પ્લેઈંગ ઈલેવનને લઈને કેવા નવા અખતરા કરવા જઈ રહી છે. જ્યાં સુધી પ્લાનની વાત છે તો જોવાનું એ રહે છે કે વિરાટ કોહલી ઓપનર તરીકે આવે છે કે નહીં. એશિયા કપમાં વિરાટ કોહલી 71મી સદી સાથે ફોર્મમાં પરત ફર્યો છે. તેણે અફઘાનિસ્તાન સામે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા આ સદી ફટકારી હતી. કેપ્ટન રોહિતે મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ત્રીજા ઓપનર તરીકે વિરાટ કોહલીનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ રાહુલની જગ્યા હજુ સુધી છંછેડવામાં આવી નથી.

જ્યારે કેએલ રાહુલને વિરાટ કોહલીની ઓપનિંગ વિશે પૂછવામાં આવ્યું તો તેણે તટસ્થ જવાબ આપ્યો. રાહુલે કહ્યું, “આ બધું તેના પર નિર્ભર કરશે કે અમે કઈ ટીમ સામે રમીએ છીએ અને કઈ પીચ પર રમીએ છીએ. ઉપરાંત, અમે ટીમ મેનેજમેન્ટ દ્વારા બનાવવામાં આવેલી વ્યૂહરચના મુજબ આગળ વધીશું. દરેક વ્યક્તિ પોતાનું કામ કરવા અહીં આવ્યા છે. તમારી પાસેથી જે અપેક્ષા રાખવામાં આવે છે તે કરવા માટે તમારે તૈયાર રહેવું પડશે. આ માટે અમને ખેલાડીઓ તરીકે તાલીમ આપવામાં આવે છે અને અમે તેના માટે સખત મહેનત કરીએ છીએ.”

રાહુલે સ્વીકાર્યું કે એશિયા કપમાં ટીમે ભૂલો કરી હતી, જેના કારણે તેને વહેલા બહાર થવું પડ્યું હતું. જો કે, ભારતીય વાઇસ કેપ્ટને કહ્યું કે ટીમ જાણે છે કે શું ખોટું થયું છે અને તે તેમાંથી શીખવાનો પ્રયાસ કરી રહી છે. “કૌશલ્ય મુજબ અમારું પ્રદર્શન માત્ર 80-85 ટકા હતું. અમે હજુ પણ બેટિંગ કે બોલિંગ કે ફિલ્ડિંગમાં બહુ સારા નથી. એવી કેટલીક બાબતો છે જેને આપણે ઠીક કરવાની જરૂર છે. જો તે સારી રીતે કરવામાં આવે અને ટીમ ચેમ્પિયનશિપ જીતવા માટે એકસાથે આવે તો જ તમે મોટી ઈવેન્ટ્સ જીતી શકશો. ગયા વર્ષના T20 વર્લ્ડ કપ અને આ વર્ષના એશિયા કપમાં થયેલી ભૂલો અલગ હતી. શું ખોટું થયું તે વિશે અમે ખૂબ જ સ્પષ્ટ છીએ અને અમે તેમાંથી શીખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2021માં ભારતના ખરાબ પ્રદર્શન બાદ નવી ટીમ મેનેજમેન્ટ વિવિધ જગ્યાએ યુવા ખેલાડીઓનું પરીક્ષણ કરી રહી છે. લગભગ એક વર્ષ સુધી, ઘણા ખેલાડીઓનું સતત અલગ-અલગ સ્થળોએ પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારબાદ 15 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા. હવે તે ગયા વર્ષે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં થયેલી ભૂલોને સુધારે તેવી અપેક્ષા છે. T20 વર્લ્ડ કપ પહેલા ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે થશે.

આ પણ વાંચો: #BoycottTrend / બોયકોટ કરેલી બોલીવૂડની ફિલ્મો વધુ હીટ થાય છે…..?