અકસ્માત/ ભૂજમાં માનકૂવા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 મહિલાનું ઘટનાસ્થળે મોત…

ભૂજમાં માનકૂવા પાસે એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ મહિલાઓનું ઘટનાસ્થળે મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી,

Top Stories Gujarat
BHUJ ભૂજમાં માનકૂવા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 મહિલાનું ઘટનાસ્થળે મોત...

ભૂજમાં માનકૂવા પાસે એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ મહિલાઓનું ઘટનાસ્થળે મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી,ભારાસર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહિલાઓ ભારાસરથી સુખપર ગામે શાકોત્સવ પ્રસંગમાં હાજરી આપી પરત ભારાસર આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયેલા આ જીવલેણ અકસ્માતમાં યોગી ફઇ સહિત ત્રણ મહિલાઓના મોત થયા છે, તેમજ એક મહિલાને ઇજાઓ પહોંચતા સારવાર માટે લઇ જવાયા હોવાનું જણાવી તપાસ ચાલુમાં હોવાનું જાણવા મળ્યું છે .

કાર અને ટ્રક વચ્ચે સામ-સામે ટક્કર થતાં સાંખ્યયોગી પ્રેમીલાબેન નારણભાઇ વરસાણી (ઉ.વ. 45) તેમજ સત્સંગી મહિલાઓ સવિતાબેન કીર્તિભાઈ હિરાણી (ઉ.વ. 45) અને શિલુબેન ચંદેશભાઈ વરસાણી (ઉ.વ. 25)નું ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળ પર મોત નીપજ્યાં હતા તેમજ ગાડીના ચાલક રસીલાબેન (ઉ.વ. 50)ને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા લેવા પટેલ હોસ્પિટલમાં લઇ જવાયા હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.