US PRESIDENT/ આ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીના બોયફ્રેન્ડના ખોરાકના કારણે કરિયાણાના બિલમાં 30 ટકાનો વધારો

કોરોના કાળની અંદર સામાન્યથી લઈને સેલિબ્રિટીઝ ભલભલાના લોકડાઉન અંતર્ગત બજેટ ખોરવાયા હતા. એક બાજુ છે કામ ધંધો થતો હોય અને બીજી તરફ ઘરે બેસી અને લોકો વધારે ખોરાક લઇ રહ્યા હતા. આજ રીતે ત્યારે હોમ ક્વોરેન્ટાઇન થવાનું આવે છે ત્યારે પણ ઘરે બેસી અને લોકો વધારે ખોરાક આરોગતા હોય છે. આવું જ કંઈક યુએસના ભૂતપૂર્વ […]

World
us president

કોરોના કાળની અંદર સામાન્યથી લઈને સેલિબ્રિટીઝ ભલભલાના લોકડાઉન અંતર્ગત બજેટ ખોરવાયા હતા. એક બાજુ છે કામ ધંધો થતો હોય અને બીજી તરફ ઘરે બેસી અને લોકો વધારે ખોરાક લઇ રહ્યા હતા. આજ રીતે ત્યારે હોમ ક્વોરેન્ટાઇન થવાનું આવે છે ત્યારે પણ ઘરે બેસી અને લોકો વધારે ખોરાક આરોગતા હોય છે. આવું જ કંઈક યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે બન્યું છે, તેમણે ખુલાસો કર્યો છે કે કોરોના મહામારીમાં ક્વોરેન્ટાઇન દરમિયાન, તેમની પુત્રીનો બોયફ્રેન્ડ તેના ઘરે રોકાયો હતો. ઓબામાએ એમ પણ કહ્યું છે કે એક યુવાન માણસના અતિશય આહારને લીધે, તેના કરિયાણાના બિલમાં 30 ટકાનો વધારો થયો છે.

removed / આ કંપનીના ભારતીય પ્લાન્ટના વાઇસ પ્રેસિડેન્ટને હટાવાયા, કર્મચ…

જાણીને નવાઈ લાગે કે અમેરિકા જેવા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પણ આ પ્રકારનો હિસાબ રાખવામાં ચોખા હશે. પરંતુ આ એક સત્ય બાબત છે. એક શોમાં ઓબામાએ કહ્યું હતું કે કોરોના રોગચાળાના શરૂઆતના દિવસોમાં, પુત્રી મલિયાનો બોયફ્રેન્ડ અમારા પરિવાર સાથે ક્વોરેન્ટાઇન થયો હતો. મલિયા ઓબામાની મોટી પુત્રી છે અને તે 22 વર્ષની છે. તેના બોયફ્રેન્ડનું નામ રોરી ફ્ર્કુંહરસન છે. ઓલમાએ મલિયાના બોયફ્રેન્ડ રોરી વિશે કહ્યું – ‘વિઝા અંગે ઘણી વાતો હતી. તેની પાસે નોકરી હતી. તેથી અમે તેને અમારી સાથે રહેવા દીધો. હું તેને પસંદ કરવા માંગતો ન હતો, પરંતુ તે એક સારો વ્યક્તિ છે.

Political / બંગાળમાં મમતાના પેંગળામાં પગ નાખી ભાજપ થશે સફળ ?…

આ ઉપરાંત ઓબામાએ એમ પણ કહ્યું હતું કે તેમણે ક્વોરેન્ટાઇન દરમિયાન પુત્રી મલિયા, સાશા અને રોરી સાથે સારા પળો વિતાવ્યા હતા. ઓબામાએ આ લોકોને પત્તાની રમતો રમવાનું શીખવ્યું હતું. ઓબામાએ કહ્યું હતું કે રોરીનો આહાર તેમની પુત્રીઓથી ઘણો અલગ હતો. તેને ખાતો જોઇને તેને અલગ લાગતું હતું. જેના કારણે કરિયાણાના બિલમાં 30 ટકાનો વધારો થયો છે માલિયા ઓબામા અને રોરી 2017 માં હાર્વર્ડમાં અભ્યાસ કરતી વખતે મળ્યા હતા.

big verdict / અનામત ક્વોટા માટે યોગ્યતાને પ્રાધાન્ય આપવું જોઈએ : સુપ્રીમ ક…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો