Vadodara/ કરફ્યુ ભંગ મામલે 30 દુકાનો સીલ, 70 વેપારી એસો. ઉતર્યા વિરોધમાં, કરી આવી માંગ

વડોદરામાં કોરોનાનાં કારણે લાગુ કરવામાં આવેલા રાતિ કરફ્યુનાં ભંગ બદલ વેપારીઓને કસુરવાર ગણી દુકાનો સીલ કરતા વેપારીઓએ વિરોધ કર્યો હતો

Gujarat Vadodara
curfew કરફ્યુ ભંગ મામલે 30 દુકાનો સીલ, 70 વેપારી એસો. ઉતર્યા વિરોધમાં, કરી આવી માંગ
  • વડોદરામાં દુકાનો સીલ કરવાનો વિરોધ
  • વડોદરાનાં વેપારીઓ વિરોધમાં ઉતર્યા
  • તંત્ર દ્વારા કોરોનાને લઇને કરાઇ રહી છે સિલિંગ
  • કોરોના માટે વેપારીઓને કસુરવાર ઠેરવાતાં આક્રોશ
  • વડોદરામાં શનિવારે 30 દુકાનો સીલ કરી હતી
  • વડોદરાનાં 70 વેપારીઓ એસો.દ્વારા વિરોધ
  • 35 હજાર વેપારીઓ કાર્યવાહીનાં વિરોધમાં
  • સિલિંગ કાર્યવાહી તત્કાળ રોકવા વેપારીઓની માંગ

વડોદરામાં કોરોનાનાં કારણે લાગુ કરવામાં આવેલા રાતિ કરફ્યુનાં ભંગ બદલ વેપારીઓને કસુરવાર ગણી દુકાનો સીલ કરતા વેપારીઓએ વિરોધ કર્યો હતો. તંત્ર દ્વારા વડોદરામાં શનિવારે 30 દુકાનો સીલ કરી હતી. આ વિરોધમાં 35 વેપારી એશોસીએશન થતાં 35 હજાર વેપારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કોરોનાનાં કાળમાં જ્યારે એક તરફ અમદાવાદમાં ભીળ ભેગી ન થાય માટે સંપૂર્ણ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે, ત્યારે વડોદરામાં વિરોધનાં કારણે અ કારણ ભીડ ભેગી થતા લોકોમાં પણ રોષ જોવામાં આવી રહ્યો છે.

તંત્ર દ્વારા કોરોનાને લઇને કરાઇ રહેલી સિલિંગની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે અને કોરોના કરફ્યુ મામલે વેપારીઓને કસુરવાર ઠેરવાતાં આક્રોશ પણ જોવામાં આવ્યાની સાથે સાથે વિરોધ કરી રહેલા વેપારીઓ દ્વારા સિલિંગ કાર્યવાહી તત્કાળ રોકવા માંગ કરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી  મોબાઇલ એપ્લિકેશન….